________________
LCLCLLLLLLLLLLLLUCULLCLCLCLCLCLCLCLCULUSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLS
RUTTITUTE STATUSTEES URUGUESTBINITISHES SUIT
" અચલગચ્છીય આચાકૃત ટીકાઓ વગેરે :૧. પંદરમા સૈકામાં થયેલા વિદ્વાન શિષ્ય મંડળીના ગુરુવર્ય અચલગચ્છાધિરાજ શ્રી મહેન્દ્રપ્રભસૂરિજીના પટ્ટધર ગચ્છાધિપતિ,
મંત્રવાદી, પ્રભાવક આચાર્ય શ્રી મેરૂતુંગસૂરિજીએ કલ્પસૂત્ર વૃત્તિ રચ્યાનો ઉલ્લેખ પ્રાપ્ત છે. મૂળ હસ્તપ્રત આજે અનુપલબ્ધ
રહી છે જે સોચનીય કહેવાય. માં ૨. એ જ મહેન્દ્રપ્રભસૂરિજીના શિષ્ય શાખાચાર્ય કવિચક્ર ચક્રવર્તી આચાર્ય શ્રી જયશેખરસૂરિજીએ કલ્પસૂત્ર - સુખાવબોધ
વિવરણ રચ્યાના ઉલ્લેખો ઉપલબ્ધ છે. શ્રી જયશેખરસૂરિજી કૃત સાહિત્ય આજે સારી સંખ્યામાં પ્રાપ્ય છે. શ્રી કલ્પસૂત્ર સુખાવબોધ વિવરણ જેવો અમૂલ્ય ગ્રંથ સુલભ ન બને એ આપણા માટે દુઃખદ બીના કહેવાય. આશા છે કે આ ગ્રંથને કોઈ મહાનુભાવ શોધી પ્રકાશમાં આણે ! પૂ. દાદાશ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબે આ સુખાવબોધ વિવરણની
પ્રત શોધવા અંગે ઘણા પ્રયત્નો કરેલા. ૩. શ્રી મેરૂતુંગસૂરિજીના શિષ્ય આગમપ્રજ્ઞ આચાર્ય શ્રી માણિક્યશેખરસૂરિજીએ કલ્પસૂત્ર પર “કલ્પસમર્થન” નામની સંક્ષિપ્ત
ટીકા રચેલ છે. ૪. શ્રી મેરૂતુંગસૂરિજીની વિદ્યમાનતામાં પંડિત ઉપા. શ્રી મહામેરુગણિએ કલ્પસૂત્રાવચેરી રચેલ છે એવો ઉલ્લેખ ત્રિપુટી
મહારાજના “જૈન પરંપરાનો ઈતિહાસ” ભા. ૨ પૃષ્ઠ ૫૩૦ માં છે. ગચ્છાધિરાજ શ્રી સિધ્ધાંતસાગરસૂરિજીના રાજ્યમાં આચાર્ય શ્રી ધર્મશેખરસૂરિજીના શિષ્ય આચાર્ય શ્રી ઉદયસાગરસૂરિજીએ “કલ્પસૂત્રાવચેરી” ૨૦૮૫ શ્લોક પ્રમાણ રચેલ છે. આ ઉલ્લેખ પ્રો. વેલણકર કૃત
જિનરત્નકોશ” માં છે. ૬. અચલગચ્છાધિપતિ પૂ. દાદાશ્રી ગૌતમસાગરસૂરિજી મહારાજ સાહેબની પ્રેરણાથી કલ્પસૂત્ર (પ્રાકૃત - સંસ્કૃત છાયા -
ગુજરાતી) ગ્રંથ બહાર પડેલ જેની પ્રતો વર્ષો પહેલાં ખલાસ થઈ જવા પામેલી. ૭. પૂ. દાદાશ્રી ગોતમસાગરસૂરિજી મહારાજ સાહેબના શિષ્ય શાંતમૂર્તિ ગણાધિપતિ-ગણિવર્ય પૂ. નીતિસાગરજી મહારાજ
સાહેબ ના શિષ્ય સ્વ. મુનિશ્રી ધર્મસાગરજી મહારાજ સાહેબે કલ્પસૂત્ર પર ભાષાંતર (વિવરણ સહિત) રચેલ છે. જેની પE મુદ્રિત પ્રતો વર્ષો પહેલાં ખલાસ થઈ ગયેલી.
US SSASSASSSSSSSSSSSSSSSSSSS SIST
૫.
USURPA
ELEKSIYALALALALALAYISIYASALALALALALALALALALALALALALALTSASLAULUS
98
Jain Education international
For Personal & Private Lise Only
www.nelorry ang