________________
કલ્પસૂત્ર શું તારીને સાડા સાત લાખ વર્ષ ચારિત્ર પાળી, ત્રીશ લાખ વર્ષનું સર્વ આયુષ્ય ભોગવી અંતે જી વ્યાખ્યાન
5) સમેતશિખર ઉપર સાત હજાર મુનિઓની સાથે માસિક અનશન કરી ચૈત્ર સુદિ પાંચમે મોક્ષે 5
ગયા. પ્રભુને યશ આદિ પચાશ ગણધરો સહિત છાસઠ હજાર સાધુઓ, બાસઠ હજાર સાધ્વીઓ, - બે લાખ છ હજાર શ્રાવકો, અને ચાર લાખ ચૌદ હજાર શ્રાવિકાઓ, એટલો પરિવાર હતો. મેં
શાસનરક્ષક પાતાલ યક્ષ અને અંકુશા યક્ષિણી હતાં. પ્રભુના શાસનમાં ચોથા મધુ નામે ? પ્રતિવાસુદેવ, પુરુષોતમ વાસુદેવ અને સુપ્રભ બળદેવ થયા છે. એ પ્રભુને મોક્ષે ગયે સાત ? સાગરોપમ અને પાંસઠ લાખ ચોર્યાશી હજાર નવસોને એંશી વર્ષ થયાં ત્યારે શાસ્ત્રો લખાયાં છે. )
શ્રી વિમલનાથ પ્રભુ આગલા ત્રીજા ભવમાં ધાતકીખંડ મહાવિદેહમાં પધસેન રાજા હતા ત્યાં સમ્યક્ત્વ પામી દીક્ષા લઈ, વીશસ્થાનક આરાધી તીર્થકર નામ કર્મ બાંધી આઠમા દેવલોકમાં દેવ થયા. ત્યાંથી કાંપિલ્યપુરમાં કૃતવર્મા રાજાની શ્યામા રાણીના ઉદરમાં વૈશાખ સુદિ બારસે આવ્યા. ચૌદ સ્વપ્ન સૂચિત પ્રભુ મહા સુદિ ત્રીજે જન્મ્યા. ડુક્કર લાંછનવાળા, સુવર્ણકાંતિવાળા, સાઠ ધનુષ્યની ઊંચાઇવાળા પ્રભુ પંદર લાખ વર્ષ કુમારપણે, ત્રીશ લાખ વર્ષ રાજાપણે રહી, રે સાંવત્સરિક દાન આપી મહા સુદિ ચોથે એક હજાર રાજાઓ સાથે દીક્ષા લઇ, બે વર્ષ છબસ્થ રહી પોષ સુદિ છઠે કાંપિલ્યપુરીમાં કેવળજ્ઞાન પામ્યા, અને ભવ્ય આત્માઓને તારી, પંદર લાખ વર્ષ દીક્ષા પાળી, સાઠ લાખ વર્ષ સર્વ આયુષ્ય ભોગવી, અંતે સમેતશિખર ઉપર છ હજાર રાજાઓની સાથે એક માસનું અનશન કરી મોક્ષે ગયા. પ્રભુને પંદર વગેરે સત્તાવન ગણધરો સહિત અડસઠહજાર સાધુઓ, એક.લાખ અને આઠસો સાધ્વીઓ, બે લાખ ને આઠહજાર શ્રાવકો, અને ચાર લાખ ચોત્રીશહજાર શ્રાવિકાઓ, એટલો પરિવાર હતો. શાસનરક્ષક ષણમુખયક્ષ અને વિદિતા યક્ષિણી હતાં. એમના શાસનમાં ત્રીજા મેરક નામે પ્રતિવાસુદેવ, સ્વયંભૂ વાસુદેવ, અને y) ભદ્ર નામે બળદેવ થયા છે. એ પ્રભુને મોક્ષે ગયે સોળ સાગરોપમ ઉપર પાંસઠ લાખ ચોર્યાશી
હજાર નવસો એંશી વર્ષ થયાં ત્યારે શાસ્ત્રો લખાયાં છે. '
15355 55 55 55 55 55 55 55 55 55 55 55
பருகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகு
W
anelor
For Personal & Private Use Only
Jain Education international