________________
કલ્પસૂત્ર
நகுழுழுழுழுழுழுழுழுழுழுழுழுகுகுகுக்கும்!
શ્રી ધર્મનાથ પ્રભુ આગલા ત્રીજા ભવમાં જંબૂ મહાવિદેહમાં દઢરથ રાજા હતા. ત્યાં સમ્યક્ત્વ પામી દીક્ષા લઇ, વીશસ્થાનક આરાધી તીર્થંકર નામ કર્મ બાંધી વૈજ્યંત વિમાનમાં દેવ થયા. ત્યાંથી રત્નપુરીમાં ભાનુ રાજાની સુવ્રતા રાણીના ઉદરમાં વૈશાખ સુદિ સાતમે આવ્યા. ચૌદ સ્વપ્ન સૂચિત પ્રભુ મહા સુદિ ત્રીજના જન્મ્યા. વજલાંછનવાળા, સુવર્ણવર્ણવાળા, પીસ્તાલીશ ધનુષ્યના ઊંચાઇવાળા પ્રભુ અઢી લાખ વર્ષ કુમા૨પણે, પાંચ લાખ વર્ષ રાજા પણે રહી, સાંવત્સરિક દાન આપી મહા સુદિ તેરસના એક હજાર રાજાઓ સાથે દીક્ષા લઇ, બે વર્ષ છદ્મસ્થ રહી પોષ સુદિ પુનમે કેવળજ્ઞાન પામ્યા. અનેંક જીવોને તારી અઢી લાખ વર્ષ દીક્ષા પાળી, દશ લાંખ વર્ષ સર્વ આયુષ્ય ભોગવી, અંતે સમેતશિખર ઉપર એકસોઆઠ મુનિઓ સાથે માસિક અનશન કરી જેઠ સુદિ પાંચમના દિવસે મોક્ષે ગયા. એ પ્રભુને અરિષ્ટ આદિ તેંતાલીશ ગણધરો સહિત ચોસઠહજા૨ સાધુઓ, શિવા આદિ બાસઠહજાર ચારસો સાધ્વીઓ, બે લાખ ચાલીશ હજાર શ્રાવકો અને ચાર લાખ તેર હજાર શ્રાવિકાઓ એટલો પરિવાર હતો. શાસનરક્ષક કિન્નરયક્ષ અને પન્નગા યક્ષિણી મૈં હતાં. પ્રભુના શાસનમાં પાંચમા નિશુંભ પ્રતિવાસુદેવ, પુરુષસિંહ વાસુદેવ, અને સુદર્શન બળદેવ તથા ત્રીજા મઘવા અને ચોથા સનત્કુમાર એ બે ચક્રવર્તી થયા છે. પ્રભુને મોક્ષે ગયે ત્રણ સાગરોપમ અને પાંસઠ લાખ ચોર્યાશી હજાર નવસોએંશી વર્ષ થયાં ત્યારે શાસ્ત્રો લખાયા છે.
Jain Education International
શ્રી અનંતનાથ પ્રભુ આગલા ત્રીજા ભવમાં ઘાતકીખંડ મહાવિદેહમાં પદ્મરથ રાજા હતા. ત્યાં સમ્યક્ત્વ પામ્યા, અને દીક્ષા લઇ વીશસ્થાનક આરાધી તીર્થંકર નામ કર્મ બાંધી દશમાં દેવલોકમાં દેવ થયા, ત્યાંથી અયોધ્યાપુરીમાં સિંહસેન રાજાની સુયશા રાણીના ઉદરમાં શ્રાવણ વદિ સાતમે આવ્યા. ચૌદ સ્વપ્ન સૂચિત પ્રભુ વૈશાખ વદિ તેરસના જન્મ્યા. સિંચાણાના લાંછનવાળા, સુવર્ણવર્ણવાળા, પચાશ ધનુષ્યની ઊંચાઈવાળા પ્રભુ સાડા સાતલાખ વર્ષ કુમા૨૫ણે, પંદ૨લાખ વર્ષ રાજાપણે રહી, સાંવત્સરિક દાન આપી, વૈશાખ સુદિ ચૌદસે એક હજાર રાજાઓની સાથે દીક્ષા લઇ, ત્રણ વર્ષ છદ્મસ્થ રહી, વૈશાખ વદ ચૌદસે અયોધ્યામાં કેવળજ્ઞાન પામી ઘણા જીવોને
For Personal & Private Use Only
குழுக்
54
વ્યાખ્યાન
૭
૨૪૮
www.jainalarary clg