________________
શ્રી કલ્પસૂત્ર અંગે બે બોલ
શ્રી કલ્પસૂત્ર :
ચૌદ પૂર્વધર - શ્રુતકેવલી ભગવંત શ્રી ભદ્રબાહુ સ્વામિજી દ્વારા વિરચિત અંગ બાહ્ય ગણાતા - દશાશ્રુતસ્કંધ નામનો આગમગ્રંથ કે જેની ગણના છેદસૂત્ર અંતર્ગત કરવામાં આવી છે તેના આઠમા અધ્યયન રૂપે વર્તતા “પખ્ખોલવા ” નામના વિભાગને ગીતાર્થ પૂર્વાચાર્ય ભગવંતે આજથી લગભગ ૧૫૦૦ વર્ષ આસપાસમાં વિભક્ત કર્યો. એમ થવાથી શ્રી કલ્પસૂત્ર ગ્રંથના શ્રવણનો લાભ શ્રી ચતુર્વિધ જૈન સંઘને સુલભ બની શક્યો.
જૈનોમાં કલ્પસૂત્રનું સ્થાન :
વૈદિક હિન્દુઓમાં ગીતાનું, બૌધ્ધોમાં ધમ્મપદનું, ખ્રિસ્તીઓમાં બાઈબલનું, પારસીઓમાં અવસ્તાનું, શિખોમાં ગુરુગ્રંથ સાહેબનું અને ઈસ્લામીઓમાં કુરાનનું જેવું સ્થાન છે તેનાથી પણ અત્યંત વિશિષ્ટ સ્થાન જૈનોમાં પરમ પવિત્ર શ્રી કલ્પસૂત્રનું છે. પૂર્વાચાર્ય ભગવંતોએ આ ગ્રંથનો અસાધારણ મહિમા ગાયો છે. જેનું વર્ણન ગ્રંથની માંડણી (પીઠિકા) માં આલિખીત હોઈ અત્રે અપ્રસ્તુત છે.
શ્રી કલ્પસૂત્રના મહિમાને સમજાવવાની ભાગ્યે જ જરૂર પડે. જૈનોમાં પરમ પવિત્ર અને મહામંગલકારી આ સૂત્રનો મહિમા ઉત્તરોત્તર એટલો વધ્યો છે કે એની ગણના સ્વતંત્ર આગમરૂપે નથી આમ છતાં આ સૂત્રે સ્વતંત્ર આગમગ્રંથ જેવું અને સર્વોત્કૃષ્ટ કોટિનું સ્થાન સંપાદિત કરી લીધું છે.
હસ્તપ્રતો :
શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘમાં આ ગ્રંથરત્નનું અગ્ર સ્થાન છે; એના પ્રતિકરૂપે પ્રાચીન-અર્વાચીન જૈન જ્ઞાનભંડારોમાં શ્રી કલ્પસૂત્ર (બારસા સૂત્રની) છેલ્લા છ કે સાત સૈકાઓમાં સાચા સુવર્ણથી આલેખાયેલી તેમ જ કલાત્મક હૃદયંગમ ચિત્રોથી ચિત્રિત બહુમુલ્ય હસ્તલિખિત પ્રતિઓની સંખ્યા સેંકડોની છે.
તેમ જ શ્યામ શાહીથી લખાયેલી તેમ જ ચિત્રોથી અલંકૃત પ્રતિઓની સંખ્યા હજારોની છે. કોઈપણ જૈન જ્ઞાનભંડારમાં કલ્પસૂત્ર કે તેનું પાનું ન હોય તે જાણે આશ્ચર્ય કહેવાય.
Jain Education International
For Personal & Private Use Only
૧૨
www.jainsuraying