________________
કલ્પસૂત્ર ) એ વસ્તુઓને સ્વપ્ન સમાન સમજી એના પરની આસક્તિ છોડી આત્માએ મોક્ષ માટે પ્રયત્ન કરવો F વ્યાખ્યાન
Eી જોઇએ. એવી રીતનોજ એ વેદપદોનો સત્ય અર્થ છે. પરંતુ એ વેદપદ ભૂતોનો અભાવ સૂચવનાર
નથી કારણ કે “પૃથ્વી દેવતા આપો દેવતા” “ઇત્યાદિ વેદપદોથી ભૂતોની સત્તા સૂચવાયેલ છે. વીર પ્રભુનાં વચનોથી વ્યક્તિનો સંદેહ દૂર થઈ ગયો અને તે પ્રભુના ચરણમાં નમી પડયો.
અને પોતાના પાંચસો વિદ્યાર્થી શિષ્યો સાથે દીક્ષા લઈ પ્રભુનો શિષ્ય થયો. પછી તરત પ્રભુ છું $) પાસેથી ત્રિપદી મેળવી તેણે દ્વાદશાંગીની રચના કરી. ઇતિ ચતુર્થ ગણધર | ૪ ||
પછી સધર્મા નામના વિદ્વાન પોતાના પાંચસો વિદ્યાર્થી શિષ્યો સાથે પ્રભુની પાસે આવ્યા ; 5) ત્યારે પ્રભુએ તેને કહ્યું કે, “હે સુધર્મ ! તું “પુરુષો વૈ પુરુષત્વમશ્રુતે પશવઃ પશુત્વ” – આ 5
વેદપદનો અર્થ પુરુષ પુરુષપણાને અને પશુઓ પશુપણાને ભવાંતરમાં પામે છે એવી જાતનો - વિચાર કરીને એવા નિશ્ચયવાળો થઇ ગયો છે કે, મનુષ્ય મરીને મનુષ્ય જ થાય અને પશુઓ
મરીને પશુઓ જ થાય. પરંતુ બીજી ગતિને ન પામે એટલે જે જેવો હોય, તે તેવોજ થાય. તારી
આ માન્યતા બરાબર નથી કારણ કે આ વેદપદનો અર્થ એવો છે કે કોઇ મૃદુતા અને સરલતાદિ ( ગુણવાળા આત્માઓ મનુષ્યપણે રહી મરીને પણ મનુષ્યનો અવતાર પામે છે. એટલે મનુષ્ય થાય છે
છે. તેમજ તેવા પશુપણાને અપાવનારા કોઈ કર્મથી કેટલાક પશુઓ પણ મરીને પશુપણાને પામે છે. એવા અર્થને બતાવનારાં આ વેદપદો છે. પરંતુ મનુષ્ય મરીને મનુષ્ય જ થાય અને પશુ મરીને પશુ જ થાય, બીજી ગતિમાં જાય જ નહીં, એવો અર્થ સૂચવનારાં નથી. કારણ કે, “શૃંગાલો વૈ એષ જાયતે ય: સપુરીષો દહ્યતે” એટલે કે મનુષ્યને વિષ્ટા સહિત બાળવામાં આવે તે મનુષ્ય શિયાળ થાય છે. આવા વેદપદો મનુષ્ય શિયાળ થાય છે એમ કહે છે તેથી એમ સમજવું કે કર્મ
પ્રમાણે મનુષ્ય કે પશુ પણ નારકી, તિર્યંચ, મનુષ્ય, કે દેવ પણે ઉત્પન્ન થાય છે. એટલે જીવ - કર્મ પ્રમાણે ચાર ગતિમાં ઉત્પન્ન થાય છે. મનુષ્ય પશુ કેમ થાય? ડાંગર વાગ્યાથી ઘઉં ઉત્પન્ન E થતા નથી, એવો તારા મનમાં જે તર્ક ઉત્પન્ન થાય છે તે પણ ઠીક નથી. કારણ કે છાણથી પણ
4444444444444444444
குருருருருருருருருருருருருருருருருகு
For Personal
Private Use Only
www.inbrary.org