________________
કલ્પસૂત્ર
குகுகு
BIGGE
Jain Education International
પ્રભુએ જે જે તપ કરેલ તે ચોવિહાર જ કરેલ. તેમ છટ્ઠથી ઓછું તપ કરેલ નથી. તેમ સાથે બે દિવસ પણ ક્યારે આહાર કરેલ નથી. આ રીતે તેરમા વર્ષમાં મધ્યમાં રહેલ ઉનાળાનો બીજો માસ અને ચોથું પખવાડિયું અર્થાત વૈશાખ શુક્લ પક્ષની દશમીના દિવસે છાયા જ્યારે પૂર્વ દિશામાં જનારી થઇ તથા પ્રમાણયુક્ત પાછલી પોરિસિ પૂર્ણ થતાં સુવ્રત નામના દિવસે વિજય નામના મુહૂર્તે શૃંભિક ગ્રામના નગરની બહાર ઋજુવાલુકા નામની નદીના કાંઠે વૈયાવર્ત નામના વ્યંતરના ચૈત્યની નહીં અતિ દૂર તેમ નહીં અતિ સમીપ, શ્યામાક નામના ગૃહપતિના ખેતરમાં
શાલવૃક્ષની નીચે ગોદોહિક આસનથી એટલે ગાયને દોહવા વખતના ઉત્કટિક આસનથી આતાપના લેતા એવા શ્રી વીરપ્રભુને ચોવિહાર છઠ્ઠ તપ છતે ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થયે છતે, શુકલધ્યાનના પ્રથમ બે ભેદનું ધ્યાન કરતા એવા પ્રભુજીને અનંતવસ્તુઓના વિષયો પ્રગટ કરનારૂં તેમજ ઉપમા ન આપી શકાય એવું બાધારહિત, ભીંત વગેરે કોઇ પણ વસ્તુથી સ્ખલના ન પામે એવું બધા આવરણો રહિત, સર્વ પ્રકારે પરિપૂર્ણ, ઉત્તમોત્તમ એવું ‘“કેવળજ્ઞાન અને કેવળદર્શન” ઉત્પન્ન થયું.
અત્યંત ઉત્તમ એવા કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયા પછી પ્રભુ અર્હત્ થયા. અર્થાત્ અશોકવૃક્ષ, દેવપુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, સિંહાસન, ભામંડલ, દુભિ, અને ઉત્તમછત્ર, એ પ્રાતિહાર્યોથી પૂજવા યોગ્ય થયા. જિન, કેવળી, સર્વજ્ઞ, અને સર્વદર્શી થયા. દેવ, અસુર અને મનુષ્ય સહિત ત્રણે લોકના ઉત્પતિ, સ્થિતિ અને નાશરૂપ પર્યાયોને જ્ઞાનથી જાણનારા અને દર્શનથી જોનારા થયા, તથા સર્વલોકમાં સર્વજીવોની ગતિ, આગતિ, આયુષ્ય, ચ્યવન, ઉપપાતને જાણનારા થયા. તથા મન સંબંધી તર્કને, ભોજનને, ચોરીને, મૈથુનાદિક ગુપ્ત કાર્યોને અને પ્રગટ કાર્યોને જાણનારા થયા. વળી એકાન્ત રહિત એટલે જધન્યથી પણ એક ક્રોડ દેવો પ્રભુની સેવામાં રહેતા હોવાથી એકલાપણાને એટલે એકાંતને નહીં સેવનારા એવા શ્રી શ્રમણ ભગવાન મહાવીરદેવ તે કાળને વિષે મન, વચન અને કાયાના યોગમાં વર્તતા એવા સર્વ લોકને વિષે સર્વ જીવાજીવોના સર્વ ભાવોને જાણતા અને જોતા છતા રહે છે.
For Personal & Private Use Only
குகு
વ્યાખ્યાન
૧૯૯
www.jainelibrary.org