________________
દ
કલ્પસૂત્ર ને બતાવવા આવજે નહીં. હજુ પણ જંગમ કલ્પવૃક્ષ સરખા પ્રભુ મહાવીર પાસે જા. તે દયાળુ પ્રભુ વ્યાખ્યાન દારિદ્રય દૂર કરશે જ. પત્નીની પ્રેરણાથી તે બ્રાહ્મણ મહાવીર પ્રભુ પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે ‘હે પ્રભુ ! વિશ્વના ઉપકારી એવા આપે જગતના જીવોનું દારિદ્રય દૂર કર્યું. પરંતુ ભાગ્યહીન એવો હું ત્યારે અહીં ન હતો. પરદેશમાં ધન મેળવવા ગયો હતો. ત્યાંથી પણ ખાલી હાથે જ આવ્યો અને ધન વિના ઘણો દુઃખી થઇ ગયો છું. આપની પાસે લેવાની આશાએ આવેલ છું. જગતના દારિદ્રયને નાશ કરનાર આપ જેવાને મારા જેવાનું દારિદ્ર દૂર કરવું એ ક્યા હિસાબમાં છે ? માટે પ્રભુ કૃપા કરી મારૂં દારિદ્રય દૂર કરો. આવી રીતે યાચના કરનાર વિપ્રને અનુપયોગે કરુણાવંત પ્રભુએ અર્ધું દેવદૃષ્ય વસ્ત્ર આપી દીધું. એવા દાનેશ્વરી પ્રભુએ પણ અર્ધા વસ્ત્રને આપીને બાકીનું અર્ધું વસ્ત્ર પોતાના ખભા પર રાખી દીધું. એ પ્રભુની સંતતિમાં થના૨ મૈં મૂર્છાને સૂચવે છે. એમ કેટલાક આચાર્યો કહે છે. વળી કેટલાક કહે છે કે પ્રભુ પહેલાં બ્રાહ્મણ કુળમાં આવ્યા હતા તેના સંસ્કારથી પ્રભુથી આમ કરાયું હશે. હવે બ્રાહ્મણે પ્રભુએ આપેલ તે ૐ અર્ધવસ્ત્ર લઇને પોતાને ગામ આવી તે અર્ધા વસ્ત્રના છેડા વણવા વણકરને આપ્યું. વણકરે કહ્યું
કે ‘હે વિપ્ર ! તું હજી તેજ પ્રભુ પાસે જા, દયાળુ પ્રભુ તારી માગણીથી બાકીનું અર્ધ વસ્ત્ર પણ દઇ દેશે. પછી હું એ બે ટુકડાઓને એવા જોડી દઇશ કે જેનું મૂલ્ય એક લાખ સોનામહોર મળશે. એ મૂલ્ય આપણે બન્ને અર્ધું અર્ધું વહેંચી લઇશું. અને આપણા બંનેનું દારિદ્રય નાશ પામશે. વણકરની પ્રેરણાથી તે વિપ્ર પાછો પ્રભુ પાસે આવ્યો. પરંતુ માગતાં શરમ થવાથી માગ્યા વિના એક વર્ષ પ્રભુની પાછળ પાછળ ફરતો રહ્યો. પછી જ્યારે તે વસ્ર કાંટામાં ભરાઇ ગયું ત્યારે તેને ૬ ઉપાડીને તે વિપ્રે વણકર પાસે આવીને બન્ને ટુકડા એક કરાવી લીધા, અને તેનાથી પોતાનું અને
વણકરનું ગુજરાન ચલાવ્યું.
Jain Education International
પ્રભુએ સચેલક કલ્પની પ્રરૂપણા કરવા સ્વીકારેલ વસ્ત્ર એક વર્ષ અને એક માસથી કાંઇક અધિક કાળ પ્રભુ પાસે રહ્યું, પછી પ્રભુ જીવન સુધી અચેલક અને કરપાત્રી રહ્યા.
For Personal & Private Use Only
குகுகுகு
(૬) ૧૭૪
www.jainslitary.c113