________________
કલ્પસૂત્ર
અત્યંત અપ્રીતિ થશે માટે અહીંથી જવું સારું, એવું વિચારી ચોમાસી પૂનમથી પંદર દિવસ વીત્યા વ્યાખ્યાન g) હતા તો પણ પ્રભુએ ત્યાંથી વિહાર કરી અસ્થિક ગામ તરફ પ્રયાણ કર્યું. અને તે વખતે આ )
પ્રમાણે પાંચ અભિગ્રહો ગ્રહણ કર્યા. જ્યાં અપ્રીતિ થાય ત્યાં વાસ કરવો નહીં, હંમેશા પડિમા ધારીને રહેવું, ગૃહસ્થનો વિનય કરવો નહીં, છદ્મસ્થ કાળમાં મૌન રહેવું, અને હાથમાં જ આહાર કરવો.
શ્રમણ પ્રભુશ્રી મહાવીરદેવ એક વર્ષ અને એક માસ સુધી સચેલક એટલે વસ્ત્રધારી રહ્યા છે અને ત્યારબાદ અચેલક એટલે વસ્ત્રરહિત તથા કરપાત્રવાળા બન્યા. પ્રભુ એક વર્ષ અને એક માસ પછી દક્ષિણ વાચાલ સંનિવેશની પાસે વિહાર કરતા સુવર્ણવાલુકા નદીના કાંઠે આવ્યા ત્યારે કાંટામાં ભરાવાથી અર્ધવસ્ત્ર પડી ગયું, પ્રભુએ એ પડી ગયેલ વસ્ત્ર તરફ સિંહાવલોકન પ્રમાણે છે
એકવાર જોયું અને આગળ ચાલ્યા. આ વિષે કેટલાકનું કહેવું છે કે પ્રભુએ મમતાથી પાછું જોયું, E કેટલાક કહે છે કે સાવદ્ય ભૂમિ ઉપર પડ્યું કે નિરવદ્ય ભૂમિ ઉપર વસ્ત્ર પડયું તે જોવા પાછું જોયું, પE છેકેટલાક કહે છે કે મારી સંતતિમાં વસ્ત્ર પાત્ર સુલભ થશે કે દુર્લભ થશે. તે જાણવા પાછું જોયું, રે
અને કેટલાક વૃધ્ધો કહે છે કે તે પડી ગયેલ વસ્ત્રથી પોતાનું શાસન કેવું થશે તે જાણવા તેમણે છે
પાછું જોયું. પછી વસ્ત્ર કાંટામાં ભરાયેલું દેખી પ્રભુએ વિચાર્યું કે મારું શાસન કંટક બહુલ થશે. () પ્રભએ નિર્લોભતાથી પડી ગયેલ તે વસ્ત્રને પાછું લીધું નહીં. પરંતુ તે અર્ધ વસ્ત્રને સિધ્ધાર્થ રાજાના (ા ( મિત્ર સોમ બ્રાહ્મણે લઈ લીધું. પહેલાં પ્રભુ પાસેથી અર્ધ વસ્ત્ર તે બ્રાહ્મણ લઇ જ ગયો હતો અને કે
E પછી પડી ગયેલ અર્ધવસ્ત્રને પણ લઈ ગયો એ વૃત્તાંત આ પ્રમાણે છે. * જે વખતે પ્રભુ સાંવત્સરિક દાન આપી રહ્યા હતા તે વખતે એ દરિદ્ર સોમ બ્રાહ્મણ પરદેશ
ધન કમાવા માટે ગયો હતો, પરંતુ ભાગ્ય ન હોવાથી નિધન જ પાછો આવ્યો, ત્યારે તેની પત્નીએ
કહ્યું કે “અરે ભાગ્યહીન ! જ્યારે ભગવાન શ્રી મહાવીરદેવે સુવર્ણનો વરસાદ વરસાવ્યો ત્યારે 2 તું પરદેશ ગયો અને ત્યાંથી પાછો નિર્ધન જ આવ્યો. અહીંથી દૂર જા, ધન વિના ઘરે મોટું )
44444444444444
G44444444444444
૭૩
Jain Education international
For Personal & Private Lise Only
www.janelorary.org