________________
કલ્પસૂત્ર છે અને ભૂખ, તરસ વગેરે બાવીશ પરિષહોને અને ઉપસર્ગોને સહન કરનાર, તથા ભદ્રાદિ રૂ. વ્યાખ્યાન
» પ્રતિમાઓને પાળનાર, બુધ્ધિવંત, અરતિરતિને સહન કરનાર, ગુણપાત્ર અને પરાક્રમવંત હોવાથી ) (5) દેવોએ કહેલું શ્રમણ ભગવાન “શ્રી મહાવીર' એવું ત્રીજું નામ હતું. 5) દેવોએ પ્રભુનું નામ મહાવીર રાખ્યું તેનું વર્ણન કરે છે. જન્મ મહોત્સવ પછી પ્રભુ 5)
દાસદાસીઓ અને સેવકોની મધ્યે સેવાતા અને ચંદ્રમાની પેઠે અને કલ્પવૃક્ષના અંકુરની પેઠે વૃદ્ધિ પામતા, મહાતેજસ્વી, ચંદ્રસમાન મનહર મુખવાળા, સુંદર નેત્રવાળા, ભમરા સમાન શ્યામ કેશવાલા, પરવાળા સમાન લાલ ઓઝવાળા, હસ્તિ સમાન મનોહરગતિવાળા, ઉજજવલ ? દંતપંક્તિવાળા, કમળ સમાન સુકોમળ હાથપગવાળા, સુગંધી શ્વાસોશ્વાસવાળા, દેવોથી પણ અધિક . સ્વરૂપવાન. જાતિસ્મરણ અને મતિ શ્રત અને અવધિજ્ઞાનવાળા, આરોગ્યવાળા, વૈર્યગંભીરાદિ ગુણોના ખજાના, અને જગતમાં તિલક સમાન એવા પ્રભુ આઠ વર્ષના થયા છતાં બાળવયની રમતગમતમાં જરાપણ રસ ધરાવતા ન હતા, છતાં સમાનવયના બાળકોના અત્યંત આગ્રહથી અને ત્રિશલા માતાએ પણ કહ્યું કે અરે વર્ધમાન કુમાર ! તમો ઘરમાંજ કેમ બેસી રહો છો ? બહાર રમવા કેમ જતા નથી? એવા માતાના વચનથી પ્રભુ માતાને હર્ષ પમાડવા માટે રમવા
ગયા. ત્યાં કેટલાક બાળકો રમતા હતા તેમાં એવી શરત હતી કે, જે આગળ જઈને સામેના રૂ છે. આમલી વૃક્ષને સ્પર્શ કરે તે જીત્યો અને પાછળ રહે તે હાર્યો કહેવાય. અને હારેલ હોય તે કુi પોતાના ખભા ઉપર જીતેલાને બેસાડીને જ્યાંથી દોડ્યા હોય ત્યાં લઈ જાય.
આ અવસરે સૌધર્મેન્દ્ર પોતાની સભામાં બેઠા છતા વીરપ્રભુના ગુણગાન કરતા બોલ્યા કે “હે દેવો ! હમણાં વર્ધમાનકુમાર મનુષ્ય બાળક હોવા છતાં એમના જેવો કોઈ પરાક્રમી બળવાન વીર નથી. ઈન્દ્રાદિ દેવો અને અસુરો પણ તેમને ભય પમાડવા માટે સમર્થ નથી. ઇન્દ્રની આ વાત સાંભળી એક મિથ્યાદષ્ટિ દેવને વિચાર આવ્યો કે, સત્તાની અભિમાનમાં સત્તાધારીઓ વગર સમજનું બોલતા હોય છે. મનુષ્ય, દેવો પાસે પામર કીડા જેવો ગણાય છે. એ અન્નનો કીડો
4444444LLLLSX
40 441 GGGGGG451 44444444
Jain Education international
For Personal & Private Lise Only
www.janelorary.org