________________
કલ્પસૂત્ર
முழுமு
સહિત
ઇત્યાદિ ચન્દ્રનો મંત્ર ઉચ્ચારતાં ગુરુ, માતા અને પુત્રને ચન્દ્ર દર્શન કરાવે. પછી પુત્ર માતા ગુરુને નમસ્કાર કરે અને ગુરૂ પણ તેમને આ પ્રમાણે આશીર્વાદ આપે કે, “સર્વ ઔષધિ (5) ૐ મિશ્રિત કિરણોની પંક્તિવાળો અને સમગ્ર આપત્તિઓને નાશ કરવામાં કુશળ એવો ચન્દ્ર તમારા ઉપર સદા પ્રસન્ન રહો અને તમારા સમગ્ર વંશની સર્વ પ્રકારે વૃધ્ધિ કરનારો થાઓ’ એમ કહી ચન્દ્રની મૂર્તિને વિસર્જન કરે.
முழுழுழுழுது
Jain Education International
પછી સૂર્યનું દર્શન પણ એવીજ રીતે કરાવે, સૂર્યની મૂર્તિ સુવર્ણની અથવા તાંબાની બનાવે અને સૂર્યનો મંત્ર આ પ્રમાણે બોલે -
"ॐ अहँ सूर्योऽसि दिनकरोऽसि तमोपहोऽसि सहस्रकिरणोऽसि जगच्चक्षुरसि प्रसीद अस्य कुलस्य तुष्टिं पुष्टिं प्रमोदं कुरु कुरु स्वाहा "
તથા આશીર્વાદ આ રીતે ઉચ્ચારે- સર્વ સુરાસુરોને વંદનીય, અપૂર્વ કાર્યો કરનાર, ત્રણે જગતના ચક્ષુરૂપ એવો સૂર્ય તમને તથા તમારા પુત્રને મંગળ આપનારો થાઓ. પછી સૂર્યમૂર્તિને વિસર્જિત કરે. હાલમાં ચન્દ્ર-સૂર્યના દર્શનમાં અરિસાનું દર્શન કરાવે છે. જન્મના છઠ્ઠા દિવસે માતાપિતાએ કુળની મર્યાદાથી રાત્રી જાગરણ કર્યું.
તથા અગિયારમા દિવસ પછી એટલે અશુચિવાળા નાળ છેદાદિક બધાજ કાર્યો પૂર્ણ થયા પછી બારમા દિવસે પ્રભુજીના માતા-પિતા અશન-પાન-ખાદિમ-સ્વાદિમ એ રીતે ચારે પ્રકારના આહારની પુષ્કળ સામગ્રી તૈયાર કરાવીને પોતાના જ્ઞાતિજનો, મિત્રો, પુત્ર પૌત્રાદિ આત્મિયો, પિતરાઇઓ વગેરે સ્વજનો, સંતાનોના સાસુ-સસરા વગેરે સંબંધીજનો, દાસ-દાસી, નોકર-ચાકર વગેરે પરિજનો અને જ્ઞાતકુળના ક્ષત્રિયોને ભોજન માટે આમંત્રણો આપે છે. પુત્રજન્મ સમારંભમાં આવવાનાં આમંત્રણો આપીને એ બધા આમંત્રિતો આવી ગયા પછી તે સિધ્ધાર્થ પ અને ત્રિશલા રાણી સ્નાન કરી, બલિ કર્મ કરી, ટીલાં, ટપકાં અને દોષ નિવારક એવા મંગલરૂપ
For Personal & Private Use Only
குகு
વ્યાખ્યાન
૫
૧૫૫
www.jainslitary.c113