________________
કલ્પસૂત્ર
5555555555555555555
રૂપથી પ્રભુ ઉપર છત્ર ધારણ કર્યું અને એક રૂપથી પ્રભુની આગળ વજ ઉછાળતો આગળ ચાલવા વ્યાખ્યાન લાગ્યો. પાછળ અનેક દેવો ચાલવા લાગ્યા, પોતાને ધન્ય માનતા અને પ્રભુ પાછળ ચાલતા દેવોથી પરિવરેલ ઈન્દ્ર પ્રભુજીને લઇને મેરુ પર્વત ઉપર પાંડુક વનમાં દક્ષિણ બાજુ આવેલ અતિ પાંડુકંબલા નામની શિલા ઉપર પ્રભુને ખોળામાં લઈ પૂર્વ દિશા સન્મુખ બેઠો.
કે છે આ સમયે વીશ ભવનપતિના, બત્રીશ વ્યંતરના, બે જ્યોતિષીના અને દશ વૈમાનિકના એમ કે ચોસઠ ઇન્દ્રો ત્યાં આવ્યા. પછી અચ્યતેન્દ્રની આજ્ઞાથી આભિયોગિક દેવોએ સોનાના, રૂપાના, સોનારૂપાના, સોના રત્નના, રત્ન અને રૂપાના, સોના રત્ન રૂપાના, તથા માટીના એવા આઠ
પ્રકારના દરેક એક હજારને આઠ આઠ કળશાઓ એક એક યોજનાના મુખવાળા ત્યાં આપ્યા, છે તથા મૂંગાર (કળશ) દર્પણ, રત્નકરંડક, સુપ્રતિષ્ઠ, થાળ, પાત્રી અને પુષ્પોની છાબડી વગેરે પૂજાના )
ઉપકરણો દરેક આઠ આઠ જાતિના અને તે દરેક પણ એક હજાર અને આઠ આઠ સંખ્યાના R) આણ્યા. માગધ વગેરે તીર્થોની માટી તથા પાણી, ગંગા વગેરે મહાનદીઓના કમળો અને પાણી, કે
પદ્મહદ વગેરેના કમળો અને પાણી તથા યુદ્ધહિમવંત, વર્ષધર, વૈતાઢય, વિજય, અને વક્ષસ્કારાદિ રે પર્વતોમાંથી સરસવ, પુષ્પો, સુગંધી પદાર્થો, અને બીજી અનેક જાતિની ઔષધીઓ આણી અને સર્વ કળશાઓ ક્ષીર સમુદ્રાદિના પાણીથી ભર્યા. પછી પ્રભુજીને અભિષેક કરવા માટે દેવોએ તે ઘડા ઉપાડ્યા, દેવોના વક્ષ:સ્થળ પાસે રહેલા એ કળશા-ઘડા એવા શોભતા હતા કે જાણે દેવોએ સંસાર સાગરને તરવા માટે ઘડા ધારણ કર્યા હોય નહિ, અથવા જાણે દેવો ભાવરૂપ વૃક્ષને સિંચન
કરવા તૈયાર થયા હોય નહીં, અથવા પોતાનો કર્મરૂપ મેલ ધોઈ નાખવા તૈયાર થયા હોય નહીં 2 અથવા ધર્મપ્રાસાદ ઉપર કળશ ચડાવવા તૈયાર થયા હોય નહીં, એવા શોભતા હતા
આ સમયે સૌધર્મેન્દ્રને એવો સંશય થયો કે આવી નાની અવસ્થામાં આવા એક યોજનના રે મોઢાવાળા હજારો ઘડાઓમાંથી ઉપર પડતાં પાણીના પ્રવાહને આ બાળ કેમ સહન કરશે ? ઇન્દ્રના આ સંશયને અવધિજ્ઞાનથી જાણીને તે સંશય દૂર કરવા પ્રભુએ પોતાના ડાબા પગના
544444
૧૪૯
Jain Education international
For Personal & Private Lise Only
www.janelorary.org