________________
કલ્પસૂત્ર શ્રી નેમિનાથ પ્રભુ નવ માસ અને આઠ દિવસ.
વ્યાખ્યાન શ્રી પાર્શ્વનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ. અને શ્રી મહાવીર પ્રભુ નવ માસ અને સાડા સાત દિવસ ગર્ભમાં રહ્યા હતા. એ રીતે ગર્ભ સ્થિતિ જાણવી.
હવે જ્યારે ચંદ્ર, સૂર્યાદિ સર્વે ગ્રહો ઉચ્ચસ્થાનમાં વર્તતા હતા, સર્વત્ર સૌમ્યભાવ, શાંતિ અને પ્રકાશ વિકસિત થઇ રહ્યાં હતાં, અંધકાર નાશ પામી ગયો હતો, ઉલ્કાપાત, રજોવૃષ્ટિ, ધરતીકંપ
અને દિગુદાહ જેવા ઉપદ્રવોનો અત્યંત અભાવ થઈ ગયો હતો, દિશાઓના અંત ભાગ સુધી E) વિશુદ્ધિ અને નિર્મળતા છવાઈ ગઈ હતી, સર્વ પક્ષીઓ પોતાના મીઠા મધુરા શબ્દ વડે જાણે ક કિ જય જય શબ્દનો ઉચ્ચાર કરી રહ્યા હતા, દક્ષિણ દિશાનો સુગંધી અને શીતલ પવન મંદ મંદ
રીતે ભૂમિને સ્પર્શ કરી રહ્યો હતો તથા સર્વ પ્રકારના ધાન્યાદિ પાકથી પૃથ્વી ભરેલી હતી, તેમજ રે સુકાળ આરોગ્યાદિ અનુકૂળ સંજોગોથી દેશવાસી લોકોનાં હૃદયો હર્ષથી નાચી રહ્યા હતા અને
વસંતોત્સવાદિની ક્રીડા દેશભરમાં ચાલતી હતી, આવો સમય પ્રવર્તતો હતો, ત્યારે મધ્યરાત્રીને શું ( વિષે ઉત્તરા ફાલ્યુની નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થયે છતે,
અહીં ઉચ્ચ ગ્રહોના ફળ કહે છે, જો ત્રણ ગ્રહ ઉચ્ચના હોય તો રાજા થાય, પાંચ ગ્રહ ઉચ્ચ સ્થાનમાં હોય તો વાસુદેવ થાય, છ ગ્રહો ઉચ્ચ સ્થાનમાં હોય તો ચક્રવર્તી થાય, અને સાત ગ્રહો | ઉચ્ચ સ્થાનમાં હોય તો તીર્થકર થાય, જો ત્રણ ગ્રહ નીચ સ્થાનમાં હોય તો દાસ થાય, ત્રણ ગ્રહ દિ
સ્વસ્થાને હોય તો મંત્રી થાય, ત્રણ ગ્રહ અસ્ત થયેલ હોય તો જડ થાય. છે. હવે અહીં તીર્થંકરના જન્મ સમયે આઠ ગ્રહો ઉચ્ચ સ્થાનના છે, તે કહે છે.
સૂર્ય મેષનો ઉચ્ચ, ચંદ્ર વૃષભનો ઉચ્ચ, મંગલ મકરનો ઉચ્ચ, બુધ કન્યાનો ઉચ્ચ, બૃહસ્પતિ કે છે. કર્કનો ઉચ્ચ, શુક્ર મીનનો ઉચ્ચ, શનિ તુલાનો ઉચ્ચ, રાહુ મિથુનનો ઉચ્ચ, એ રીતે સર્વ ગ્રહો ? ૧૪૩
பருகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகு
44444444. LIGGG4444444
Jain Education intomational
For Personal & Private Lise Only
W
inelor