________________
કલ્પસૂત્ર
554444ழுகுகுகு
નિમિત્તિયાની પાસે ખાલી હાથે જવું ન જોઇએ. ફળ મૂકવાથી ફળ પ્રાપ્ત થાય છે, તે ઉ૫૨ મૂલદેવની કથા કહે છે.
ગૌડ દેશના પાટલીપુરમાં શંખ નામે રાજાને ધારિણી નામે રાણીથી મૂલદેવ નામે પુત્ર થયો એ સર્વ ક્લાનો જાણ હતો છતાં એ જુગારનો વ્યસની હતો. એનું વ્યસન રાજાનું દબાણ છતાં છૂટતું નહોતું. વ્યસન સાત છે ઃ (૧) જુગાર, (૨) માંસ ભક્ષણ (૩) મદિરાપાન (૪) વેશ્યાગમન (૫) શિકાર (૬) ચોરી (૭) પરસ્ત્રીગમન એ સાત વ્યસનો જીવને ઘોરમાં ઘોર નરકમાં લઇ જાય છે, વ્યસન બહુ જ ખરાબ છે. માટે આત્મહિતેચ્છુએ એ સાત વ્યસનમાંથી એક પણ વ્યસન સેવવું ન જોઇએ, વ્યસની એવા મૂલદેવને રાજાએ ઘણું સમજાવ્યા છતાં વ્યસન મૂકી શક્યો નહીં. તેથી રાજાએ દેશ છોડી જવા કહી દીધું, પછી મૂલદેવ ત્યાંથી ચાલ્યો ગયો. રસ્તામાં કોઇ તાપસની ભક્તિ કરવાથી તાપસે મૂલદેવને રૂપ પરાવર્તિની વિદ્યા આપી, એ વિદ્યા સાધીને તે ઉજ્જયિની ગયો. ત્યાં સર્વ કલામાં પ્રવીણ દેવદત્તા નામે વેશ્યા હતી. તેના મહેલની નીચે આવી કૂબડાનું રૂપ લઇ મનહર સ્વરથી તે ગાવા લાગ્યો, તે સાંભળીને વેશ્યાએ પ્રસન્ન થઇ તેને પોતાની પાસે
રાખ્યો, એ નગરીમાં રાજાનો માનીતો અચલ નામે સાર્થવાહ હતો. તે દરરોજ એજ વેશ્યા પાસે આવતો, અને ધન આપીને તેને રાજી કરતો. જ્યારે તે અચલ આવતો ત્યારે મૂલદેવને વેશ્યા છૂપાવી દેતી, અક્કા ડોશી દેવદત્તાને કહેતી કે હે બેટા ! આપણને ઇચ્છિત ધનાદિ આપનાર તો અચલ છે, અને તું આ નિર્ધન મૂલદેવને શા માટે ઘરમાં રાખી બેઠી છે ? છતાં દેવદત્તા મૂલદેવને મુકતી ન હતી. કોઇ વખતે અક્કાએ અચલને કહ્યું કે મારી પુત્રી દેવદત્તા મૂલદેવ નામના નિર્ધન માણસને ઘરમાં રાખી બેઠી છે. આ સાંભળી અચલને મૂલદેવ ઉપર ઘણો ગુસ્સો આવ્યો, તેથી અચલ ઓચિંતો કોઇક વખતે દેવદત્તના ઘરે આવ્યો અને બારણું ઉઘાડી ઘરમાં આવ્યો, ત્યારે ૢ દેવદત્તાએ મૂલદેવને પલંગ નીચે છુપાવી દીધો. અચલ આ બાબત જાણી ગયો પછી પલંગ ઉપર ન બેસીને અચલે કહ્યું કે હે પ્રિયે ! મને અશુભ સ્વપ્ન આવેલ છે, તેથી આ પલંગ પર જ સ્નાન
Jain Education International
REGRE
For Personal & Private Use Only
વ્યાખ્યાન
૪
૧૨૧
www.jainerary.c1f1;