________________
કલ્પસૂત્ર
குகு
વિકસ્વર કરનારો, એક હજાર કિરણોવાળો, દિવસને કરનારો અને તેજથી ચમકતો હતો, તે ઉદય પામેલા સૂર્યનાં કિરણોના પ્રતાપે અંધકારનો નાશ થયો. તેના બાલ આતપ-તડકાથી જાણે જીવલોક પૂર્ણ લાલ રંગનો થયો ત્યારે સિધ્ધાર્થ રાજા શય્યાથી ઊઠ્યા. પછી બાજોઠ પર પગ રાખી નીચે ઉતરી જ્યાં માયુધ્ધ કરવાની શાળા છે તે સ્થાને ગયા. ત્યાં અનેક પ્રકારની કૂદવું, બાહુ વગેરેને મરોડવું, મલયુધ્ધ કરવું એવી મહેનતવાળી કસરતોને કરી સિધ્ધાર્થ રાજા થાકી ગયા ત્યારે આખા શરીરે અને શરીરના બધા અવયવોને પ્રીતિ ઉપજાવનારાં તેલો ચોળીને મર્દન કરવામાં આવ્યા, જે તેલો સૂંઘવા યોગ્ય, સુગંધથી બહેકતાં, જઠરને તેજ કરનારાં, બળને વધારનારાં, માંસની વૃધ્ધિ કરનારાં, વીર્યને વધારનારાં, બધી ઇન્દ્રિયોને તથા બધાં ગાત્રોને સુખમય કરનારાં, સોવાર અને હજારવાર પકાવેલાં એવા શતપાક અને સહસ્રપાક વગેરે અનેક જાતનાં ઉત્તમ સુગંધવાળા હતાં. એવાં તેલોથી તે સિધ્ધાર્થ રાજાને આખા શરીરના અવયવે નિપુણ માણસોએ માલિશ કરી. જે માણસો હાથેપગે સુકોમળ તળિયાવાળા હતા, તેલ લગાડવામાં, તેલની માલિશ કરવામાં, અને માલિશ કરેલ તેલને પરસેવા વાટે બહાર કાઢી નાખવામાં શરીરને જે ફાયદાઓ થાય તે બધું બરાબર જાણનારા હતા, સમયના જાણકાર હતા. કોઇપણ કાર્ય શીઘ્રતાથી કરી આપનારા, તથા મર્દન કરનારાઓમાં અગ્રેસર હતા. શરીરે પુષ્ટ, બુધ્ધિવાળા, વિવેકવાળા, થાકે ૐ નહીં એવા પુરુષો હતા. એ પુરુષોએ હાડકાંઓને, માંસને, ચામડીને અને રોમેરોમને સુખ થાય તે રીતે માલિશ કરીને સિધ્ધાર્થ રાજાનો બધો થાક ઉતારી નાંખ્યો, પછી રાજા વ્યાયામશાળાથી બહાર નીકળીને જ્યાં સ્નાન ઘર છે ત્યાં આવીને સ્નાન ઘરમાં પ્રવેશ કરીને મોતીઓની
જાળીઓવાળા ગોખલાઓથી યુક્ત હોવાથી મનોહર, વિવિધ પ્રકારના મણિઓ અને રત્નોથી જડેલ ભૂમિભાગવાળા, અત્યંત મનોહર એવા સ્નાનમંડપમાં આવ્યા. ત્યાં વિવિધ પ્રકારના મણિઓ અને રત્નોની રચનાથી આશ્ચર્ય ઉત્પન્ન કરનારા એવા ન્હાવાના બાજોઠ ઉપર સિધ્ધાર્થ રાજા સુખે બેસે છે. પછી અનેક પ્રકારના સુગંધી પુષ્પોના રસવાળા પાણી વડે, કસ્તુરી, ચંદન, કેશર વગેરેના રસવાળા પાણી વડે, ઉના કરેલા પાણી વડે, તીર્થોના પાણી વડે, સ્વાભાવિક નિર્મલ પાણી વડે
544444ழுழுழுழு
Jain Education International
For Personal & Private Use Only
વ્યાખ્યાન
૩
૧૧૧
www.jainsuraying