________________
કલ્પસૂત્ર
நி404ழுழுழுழுழுழுகுழுகுழுழுழுழுழுழு!
પછી સિદ્ધાર્થ રાજાએ પ્રાતઃકાલે પોતાના સેવકોને બોલાવ્યા, અને કહ્યું કે, અરે દેવાનુપ્રિય સેવકો ! આજે જેમ બને તેમ શીઘ્રતાથી આપણી બહારની સભાને સુગંધી પાણીથી છાંટવાની છે, કચરો સાફ કરીને છાણ વગેરેથી લીંપાવીને પવિત્ર કરવાની છે, ત્યાં ઉત્તમ પાંચે પ્રકારોના ૐ પુષ્પોને વેરવાનાં છે, તથા ત્યાં કાળો અગર, ઉત્તમ કિંદરુ ધૂપ કરીને સભાને સુગંધથી બહેકતી ૐ થઇ જાય તેવી કરવાની છે. ઉત્તમ સુગંધવાળાં ચૂર્ણોને છાંટીને સુગંધી કરવાની છે. કારણ કે, એ સભાને સુગંધની ગુટિકા સરખી બનાવવાની છે. તેથી તમો એ સભાને તેવી બનાવો અને બીજાઓ પાસેથી તેવી બનાવરાવો, પછી ત્યાં સિંહાસનને સ્થાપિત કરો, અને એ બધું કાર્ય કરીને એ કામ કર્યાની મને તરત ખબર આપો.
Jain Education International
સિધ્ધાર્થ રાજાના આવા આદેશને પામીને તે સેવકો હર્ષથી પૂર્ણ હૃદયવાળા થઇને અને મસ્તક ઉપર બે હાથ જોડીને અંજલી કરીને હે સ્વામિન ! જે રીતે આપે આજ્ઞા કરી છે તે રીતે અમે બધું કરશું એમ જણાવીને સિધ્ધાર્થ રાજાના વચનો વિનયથી સ્વીકારીને સિધ્ધાર્થ રાજા પાસેથી બહાર ગયા અને બહારની સભામાં આવીને તરતજ તે સભાને સુગંધિત જલથી છંટકાવ કરી કચરો સાફ કરી પવિત્ર અને અત્યંત સુગંધી ગુટિકા જેવી બનાવી, ત્યાં સિંહાસન રચાવીને સિધ્ધાર્થ રાજા પાસે આવ્યા અને હાથ જોડી અંજલિ કરીને આપની આજ્ઞા પ્રમાણે બધું તૈયાર કર્યું છે એવી ખબર આપી.
રાત્રિ પૂર્ણ થયે છતે બીજે દિવસે સૂર્ય વિકાસી કમળો વિકસિત થયાં અને ચંદ્રવિકાસી કમળો કરમાઇ ગયાં. એટલે સૂર્ય ઉદય પામ્યો, ત્યારે પ્રભાતના સમયે એ સૂર્ય રાતા અશોક વૃક્ષની કાંતિ જેવો, કેસુડાના ફૂલ જેવો, પોપટની ચાંચ જેવો, ચણોઠીના અર્ધ લાલ ભાગ જેવો, બપોરીઆના ફૂલ જેવો, પારેવાના પગ તથા આંખો જેવો, ક્રોધિત કોયલની આંખો જેવો, જાસુદના પુષ્પના સમૂહ જેવો, હિંગલાના સમૂહ જેવો, અને એવી બીજી બધી રાતી વસ્તુઓ જેવો લાલ રંગવાળો દેખાતો હતો. વળી રક્તવર્ણથી શોભતો એવો એ સૂર્ય પદ્મદ્રહ વગેરે સ્થાનોમાં રહેલા કમળવનોને
For Personal & Private Use Only
FSSSSY
વ્યાખ્યાન
૩
૧૧૦
www.jainelibrary.org