________________
કલ્પસૂત્ર
குழுழுழுகு
FEBR
Jain Education International
પોષ નહિ, તથા એને મિષ્ટાન્ન અને રસ વિગઇઓથી પણ પોષ નહિ. આ શરીર મારફત તો તું મહાવ્રતોનું પાલન અને ઉગ્ર તપ કરી કર્મ ખપાવી મોક્ષને મેળવ.
સાતમી આશ્રવ ભાવના - હે જીવ ! તું કર્માશ્રવોને તારી પાસે આવવા દેજે નહિ. એ કર્માશ્રવોજ જીવને અનંતાનંત કાળ સુધી નરકાદિ ગતિઓમાં ભટકાવી અનંતાનંત દુઃખોથી પીડે છે. તેથી એ કર્માશ્રવોને આવતા અટકાવવા મિથ્યાત્વ, અવિરતિ, કષાય, ઇન્દ્રિય, યોગ અને પચ્ચીશ ક્રિયાઓ ઉ૫૨ વિજય-મેળવવા સતત પ્રયત્ન કરતો થઇ જા. તું જો મનને, વચનને અને કાયાને સતત સત્સંગમાં જોડી દેશે તો મિથ્યાત્વાદિ ઉપર વિજય મેળવી કર્માશ્રવોને અટકાવીને શાશ્વત સુખને મેળવી શકીશ.
આઠમી સંવર ભાવના - હે જીવ ! તું સંસારમાં અનાદિ અનંતકાળ રખડાવી અત્યંત અસહ્ય
દુઃખોથી પીડનાર એવા કર્માશ્રવોનાં દ્વારોને બંધ કરવા સંવરમય જીવન બનાવ. એટલે તું પાંચ સમિતિઓને આચર, ત્રણ ગુપ્તિઓને ધારણ કર, બાવીશ પરિષહોને જીત, દશ પ્રકારના યતિધર્મને પાળ, બાર પ્રકારની ભાવનાઓને ભાવ, અને પાંચ પ્રકારના ચારિત્રોને જીવનમાં આણ. એ રીતના સત્તાવન પ્રકારના સંવરતત્ત્વ સાધી તારા આત્મામાં આવતા નવા કર્માશ્રવોને અટકાવ. એ રીતે કરવાથી તું કર્મ મુક્ત બની શાશ્વત સુખનો ભોક્તા બની શકશે.
નવમી નિર્જરા ભાવના - હે જીવ ! તેં અનાદિકાળથી મિથ્યાત્વ અને અજ્ઞાનવશ બનીને જે અનંતકાળ સુધી અનંત અસહ્ય દુઃખ આપનારાં કર્મો બાંધ્યા છે, તે કર્મોની સકામ નિર્જરા કર. અનશન, ઊનોદરિકા, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ, અને સંલીનતા એ છ પ્રકારનું બાહ્યતપ કરી, અને પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને ઉત્સર્ગ એ છ પ્રકારનું અત્યંતર તપ કરી એ બાર પ્રકારના તપથી સકામ નિર્જરા કરી એ પુરાણા કર્મોને નિર્જરાવી, નાશ કરી નાખ. એ વિના તું અનંત દુઃખ પરંપરાથી છૂટી શકીશ નહિ. એ તપ એવી મહાન શક્તિ ધરાવે છે કે એ તપ કઠિનમાં કઠિન એવાં નિકાચિત કર્મોનો પણ નાશ કરી દે છે. તે અનેક સિદ્ધિઓ
For Personal & Private Use Only
E
વ્યાખ્યાન
૩
૧૦૫
www.jainerary.c1f1;