________________
કલ્પસૂત્ર
குழுழுகுகுகுகுகுகுகுகு
Jain Education International
પ્રજાપતિ રાજાને ભદ્રારાણીથી અચળ નામે બળદેવ પુત્ર થયો. એ રાણીથી મૃગાવતી નામે પુત્રી થયેલ. તે યુવાન વયે અત્યંત સૌંદર્યયુક્ત હતી. એ પોતાના પિતાને નમસ્કાર કરવા આવી. તે પુત્રીના સૌંદર્યને જોઇ રાજા કામાતુર થયો. રાજાએ નગરના મોટા માણસોને બોલાવીને સભામાં પૂછ્યું કે રાજ્યમાં જે જે ઉત્તમ વસ્તુઓ હોય તેનો માલિક કોણ ? પ્રજાએ કહ્યું કે તેનો માલિક રાજા જ હોય. આ રીતે લોક સંમતિ મેળવી પોતાની પુત્રી મૃગાવતીને ગાંધર્વ વિવાહથી પોતેજ પરણ્યો. એ મૃગાવતીથી ત્રિપૃષ્ઠ વાસુદેવ પુત્ર થયો. સાત સ્વપ્ન સૂચિત અને ચોર્યાશીલાખ વર્ષના આયુષ્યવાળા ત્રિપૃષ્ઠ વાસુદેવે બાલ્યવયમાં જ પ્રતિવાસુદેવના શાલિના ખેતરમાં વિઘ્ન કરનારા સિંહને શસ્ત્રવિના હાથથીજ ચીરી નાખ્યો. પછી અનુક્રમે યુધ્ધમાં પ્રતિવાસુદેવને મારીને વાસુદેવપણું પ્રાપ્તકર્યું. કોઇ વખતે શય્યામાં સૂતા સૂતા એ વાસુદેવે પોતાના શય્યાપાલકને આજ્ઞા કરી કે આ ગાયકો ગાઇ રહ્યા છે તેમને જ્યારે હું નિદ્રાધીન થાઉં ત્યારે ગાયન કરતાં અટકાવજે, અને તેમને વિસર્જન કરજે. એમ કહ્યા પછી વાસુદેવ તરત નિદ્રાધીન થઇ ગયા. ગીત ગાનમાં રસિક બનેલા શય્યાપાલકે વાસુદેવની આજ્ઞા ભૂલી જઇ ગાયકોને ગીત ગાતા અટકાવ્યા નહીં. થોડી વાર પછી જાગી ગયેલા વાસુદેવ ગીત ગાનને ચાલુ રહેલા જોઇ શય્યાપાલકને કહ્યું કે અરે પાપી ! મારી આજ્ઞાથી પણ તને સંગીત વધારે પ્રિય છે ? તો તેના ફળને હવે ભોગવ. એમ કહી શય્યાપાલકના કાનમાં તપાવેલું સીસું રેડાવ્યું. મહાવીરના જીવે ત્રિપૃષ્ઠ-વાસુદેવના ભવમાં આ કાર્યથી કાનમાં ખીલા ઠોકાવવાનું ફળ આપનાર કર્મ બાંધ્યું. આ રીતે આ ભવમાં બીજા પણ અનેક દુષ્કર્મો કરીને મહાવીરના જીવે ઓગણીશમા ભવમાં સાતમી નરકમાં ઉત્પન્ન થઇ તેત્રીશ સાગરોપમ સુધી અત્યંત આકરાં.દુ:ખો ભોગવ્યાં. અહીં એ વિચારવાનું છે કે' મહાવીર પ્રભુનો જીવ પણ વાસુદેવ બન્યા પછી સાતમી નરકમાં ગયો. એ વાત જૈન શાસ્ત્રો કહે છે.
જે વાસુદેવો કે પ્રતિવાસુદેવો થાય છે તે મરીને નિયમા નરકમાં જાય છે એવો શાશ્વત નિયમ છે એથી આવતી ચોવીશીમાં થનાર અમમ નામના બારમા તીર્થંકર ભગવાનનો જીવ પણ વાસુદેવના ભવ પછી નરકમાં ગયેલ છે અને હાલ નરકમાં છે એમ સમજવું.
For Personal & Private Use Only
5குகுகுகுகுகுகுகு
વ્યાખ્યાન
૨
૭૯
www.jainerary.c1f1;