________________
L.LEELELALTEN
કલ્પસૂત્ર B વિશ્વભૂતિ પુષ્પકરંડક ઉદ્યાને આવ્યા. ત્યાં પરિવાર સહિત વિશાખાનંદીને ક્રીડા કરતા જાણી રે
વ્યાખ્યાન પોતાની સાથે કપટ રમાયાની વિગત જણાઈ આવી, તેથી રાજા અને રાજકુમાર ઉપર ગુસ્સો આવ્યો, પાસે રહેલ કોઠાના વૃક્ષને એક મુષ્ટિ પ્રહાર કરી વૃક્ષના બધાં ફળો પાડી નાખી વિશાખાનંદીના દ્વારપાળને કહ્યું કે કુળ મર્યાદા અને વડીલો તરફની ભક્તિ મને અટકાવે છે નહીં તો આ વૃક્ષના ફળોની જેમ વિશાખાનંદી અને તેના પરિવાર રૂપ તમારા બધાનાં મસ્તકો ધડથી નીચે પાડી દેત. પછી વિશ્વભૂતિએ સંસાર આવો જ છે, પરિણામે ઘણો દુઃખ આપનાર છે વગેરે વિચારી ત્યાં કોઈને પણ જણાવ્યા વિના સંભૂતિ મુનિરાજ પાસે જઈને ચારિત્ર લઈ લીધું. રાજા અને યુવરાજને ખબર પડતાંજ ત્યાં આવ્યા. રાજાએ અપરાધની વારંવાર ક્ષમા માગી રાજ્ય 5
સ્વીકારવાનું કહ્યું, પરંતુ વિશ્વભૂતિ મુનિપણામાં સ્થિર થઈ ગયા. એથી રાજા વગેરે સ્વસ્થાને ગયા. y) વિશ્વભૂતિ મુનિ છઠ્ઠ, અઠ્ઠમ, ચાર, પાંચ આઠ, પંદર વગેરે ઉપવાસ કરતા માસક્ષમણ વગેરેની ) ક) તપસ્યામાં જોડાઇ ઉગ્ર તપ-સયમથી આત્માને પવિત્ર બનાવતા કર્મોને અને શરીરને શોષવા )
લાગ્યા. યોગ્યતા જાણી ગુરુએ આજ્ઞા આપવાથી તેઓ એકાકીપણે સતત આત્મસાધના કરતા મેં વિચરવા લાગ્યા. માસક્ષમણને પારણે કોઈ વખત મથુરા નગરીમાં ભિક્ષા માટે ફરતા વિશ્વભૂતિ મુનિવર સમીપમાંથી જતી ગાયનું પાસું લાગવાથી પડી ગયા, આજ સમયે રાજપુત્ર વિશાખાનંદી પરણવા માટે ત્યાં આવેલ હતો. તે એ વખતે ત્યાંથી પસાર થતો બોલ્યો કે, એક જ મુઠ્ઠીથી કોઠાંના બધા ફળ પાડી દેનાર એવા વિશ્વભૂતિ તારું બળ ક્યાં ગયું? એ સાંભળી વિશ્વભૂતિ મુનિ સાધુતાનો માર્ગ ભૂલી ગુસ્સામાં આવી એજ ગાયને બે શિંગડાથી પકડી ભમાડીને આકાશમાં ઉછાળી દીધી, અને પોતાનું હજી એવું જ બળ છે એમ વિશાખાનંદીને સમજાવી દીધું. વળી એટલાથી ન અટકતા તેમણે એવું નિયાણું કર્યું કે મારા તપ સયંમના પ્રભાવે હું અદ્વિતીય બળવાન થાઉં. અંતે એ દુર્ગાનની આલોચના કર્યા વિના એક કરોડ વર્ષનું આયુષ્ય ભોગવી કાળ કરી
સત્તરમા ભવે સાતમા મહાશુક્ર દેવલોકમાં દેવ થયા. ત્યાંથી ચ્યવી અઢારમા ભવે પોતનપુરના E પોતાની પુત્રી પરણનારા પ્રજાપતિ રાજાની મૃગાવતી રાણીથી ત્રિપૃષ્ટ નામે વાસુદેવ થયા. એ
5054994914 94 Los SALLES LILLA
LAS,
Jain Education international
For Personal & Private Lise Only
www.nelorry ang