________________
તારા પોતાના બચવા માટે એક યોજન ભૂમિ ન જોઇએ, પરંતુ બીજા જીવોને બચાવી લેવાની વ્યાખ્યાન વૃત્તિ પણ એમાં રહી જ હતી. એની સાક્ષી એ કે કોઈ પણ જીવોને તારી તૈયાર કરેલ ભૂમિમાંથી ભગાડવાનો તેં પ્રયત્ન કે વિચાર પણ કર્યો નહિ તથા સસલાને બચાવવા અઢી દિવસ સુધી ખૂબ કષ્ટ વેઠી તે પગ ઊંચે જ રાખ્યો, તેમ પડી ગયા બાદ પણ ત્રણ દિવસ ભૂખ્યો તરસ્યો રહ્યો. છતાંય વિચાર ન આવ્યો કે મેં આ બધા જીવોને અહીં ઊભા રહેવા દીધા તેથી હું આવી દુઃખી છે અવસ્થામાં આવી પડ્યો અને મરણ આવ્યું ત્યાં સુધી પણ એ દયાવૃત્તિ ટકાવી રાખી. તે તિર્યચપણામાં જીવદયા ધર્મ ખાતર આટલાં બધાં કષ્ટ સહન કરવાં ચાલુ રાખ્યાં તો આ માનવ અવતારમાં છકાય જીવોની દયા પાળનારા જગતવંદનીય એવા સાધુ મહાત્માઓના પગની રજથી આટલું બધું દુઃખ લગાડે છે તે શું બરાબર છે? પ્રભુના આવા ઉપદેશથી પ્રતિબોધ પામેલા મેઘમુનિ જાતિસ્મરણ જ્ઞાન પામી એવો અભિગ્રહ કરે છે કે આજથી મારી બે આંખો સિવાય આખા શરીરે ગમે તેવાં કષ્ટો આવે તો મારે તે સમભાવે સહન કરવાં, એ માટે બીજા કોઈ ઉપર ગુસ્સો કરવો નહીં તેમજ દોષ દેવો નહીં. હે પ્રભુ ! આપે મને પૂર્વભવો યાદ કરાવી ઉન્માર્ગે જતા રથને સાથી જેમ સન્માર્ગે લાવે તેમ સન્માર્ગે લાવી મારા પર અવર્ણનીય ઉપકાર કરેલ છે. એમ કહી અભિગ્રહ લઇ ઉગ્ર તપ કરી નિર્દોષ ચારિત્ર પાળી અંતે એક માસનું અનશન કરી સમાધિપૂર્વક કાળ કરી વિજ્ય નામના અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી અવીને રે મેઘ મુનિનો જીવ મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ મોક્ષે જાશે.
| ઇતિ મેઘકુમાર કથા. પ્રથમ વ્યાખ્યાન પૂર્ણ થયું.
કો આવે તો સાભગ્રહ કરે છે તેના ઉપદેશથી
குகுகுகுகுகுகுகுகுகு குருருருருருரு
55555555555555555
Jain Education international
For Personal & Private Lise Only
www.jainelibrary.org