________________
Jain Education International
ઓઈલ-મિ તેને બદલે બળદઘાણીનું તેલ વાપરી મહારંભના અનુમોદન જેવા અનેક દોષોમાંથી ાચીએ
યવિર્તમાં દિન-બ-દિન વધતી જતી હિંસા અંગે રામગ્ર શ્રી રાંઘ ચિંતિત હોલ છતાં તેને રોકવા શું કરવું તે અંગે લગભગ રૌ મૂંઝવણમાં જણાય છે. દેવનારના કતલખાના સામે થયેલા વિરોધ-આવેદનપત્રો સહીઓ આદિના ઈતિહાસથી સુપરિચિત સૌને ખ્યાલ હશે કે આટલા પ્રચંડ વિરોધ છતાં ઈચ્છિત પરિણામ મેળવી શકાયેલ નહિ. મહાહિંસક લોકશાહી સરકારોની સામે પડી, હિંસાને રોકવા, આપણા પૂર્વજ મહાજનોની . દીર્ઘદ્રષ્ટિને ૫૨ત આણી હિંસાના મૂળમાં ઘા મારવાની, કતલખાના-મરઘામા૨ણમંચ્છીમારી વગેરેનો પુરવઠો જ તોડી પાડવાની વ્યૂહરચના ગોઠવવી પડશે. અન્યથા દિવાલ સામે મુક્કા મારવાથી તો આપણી જ હથેળી ભાંગવા જેવું થશે. આ મૂળભૂત દિશામાં કેમ આગળ વધી શકાય તે અંગે એક નાનકડી પણ નંકકર વિચારણા રજૂ કરું
સી. કુમારપ્પા નામના એક અર્થશાસ્ત્રી ('ઈકોનોગે ઓફ પરમેનન્સ' પુસ્તક્ના જાણીતા લેખક)ના અંદાજ મુજબ ખ્રિસ્તી વર્ષ ૧૯૨૧માં સમગ્ર ભારતમાં અંદાજે પાંચ લાખ જેટલી બળદઘાણીઓ તલ-સરસવ વગેરે તેલિબીયાં પીલીને પ્રજાને તેલ પૂરું પાડવાનું કામ કરતી. આંમ, ાત્ર તેલ-પાણીના એક જ વ્યવરદાયમાં એક પણ પરની ફંડ કે કાર્યકર્તાઓના સમગ્ર શક્તિના વ્યય વગર પાંચ લાખ બળદો પોસાતા તેમ જ પાંચ લાખ ઘાંચી કુટુંબોની રોજી-રોટી-આજીવિકા પણ ચાલતી. ૧૯૨૧ પછી શરૂ થયેલ યાંત્રિક ઓઈલ મિલોના કારણે ૧૯૫૧ સુધીના ીરા જ વર્ષમાં બળદઘાણીઓની સંખ્યા ઘટીને બે લાખ થઈ ગઈ અને કહેવાતી લોકશાહી રા૨કા૨ોના ૪૦ વર્ષના અત્યાચારોને અંતે આજે રડી-ખડી પણ બળદઘાણી રહી હશે કે કેમ તે શંકાનો વિષય છે. બળદઘાણીઓ બંધ થતાં નવરાં પડેલાં બળદોને બેરાાડી રાખી કોઈ ખવરાવે તેવું તો બનતું નથી. તેથી તે બધો પુરવઠો કતલખાનાઓને મળ્યો.
પાલનપુર જેવા નાનાકડા શહેરમાં કમાલપુરા વિસ્તારના એક ઘાંચી રાયે મારે જાતે થયેલી વાત અનુસાર ઈ.રા. ૧૯૪૨ના અરસામાં માત્ર પાલનપુરમાં જ સો જેટલી બળદાણી ચાલતી. તે ગાળામાં એક ભણેલાગણેલા ઘાંચીએ ઓઇલ મિલ શરૂ કરવાની
શિર તુજ અણ વહું..
For Personal & Private Use Only
४०
www.jainelibrary.org