________________
૮૫
પાણીની સગવડ થઈ, પણ કમાણી વધ્યા વિના ખરચ વાતે ધ્યાનમાં ન આવ્યું.
હાથશાળના કાપડના ઉત્પાદન-ખર્ચે એછે હતા, એટલે એની સામે વિવિધ અવાધા મૂકીને તેને ભાંગી નાખ્યા. કરોડા કાંતનારી અને લાખા વણકરો બેકાર થયાં. હવે વ્યક્તિઓની મ’ડળીઓના હાથમાં કાપડનું તમામ ઉત્પાદન આવી ગયું, અને કાપડના ભાવ વધતા ગયા. કાપડ દરેક ઘરમાં દરેક વ્યક્તિને જોઈએ છે. એટલે કરાડા કુટુંબની જરૂરિયાત પાષવાના ઇજારા મુઠ્ઠીભર મિલ–માલિકોને મળી ગયા. દરેક ઘરની સંપત્તિના નાના યા માટે પ્રવાહ આ મુઠ્ઠીભર આસામીઓની તિજેરી તરફ વળી ગયેા. પ્રજાના સામુદાયિક શોષણની શરૂઆત થઈ ગઈ.
મિલમાં મજૂરાનું શેષણ થવા લાગ્યું, તેમણે વધારે વેતનની માગણી કરી. તે ન સ્વીકારાતાં હડતાળ પાડી, તેા પેાલીસ અને જરૂર પડે તા લશ્કર પણ તેમને દબાવી દેવા તૈયાર હતાં. મૂડીવાદના કર શાષણને પગલે પગલે મજુરામાં અસ્તાષ વધે છે. જ્યારે મજૂરો સંગઠિત થાય છે ત્યારે ઘર્ષણ થાય છે, હડતાળ પડે છે. પ્રજા સંગઠિત હોતી નથી તેથી બારે માસ મૂડીવાદની ઇચ્છા મુજબ ચૂસાયા કરે છે. છતાં જ્યારે હડતાળ પડે છે ત્યારે તેમને જરૂરી ચીજો ન મળવાથી તેમની સહાનુભૂતિ મૂડીપતિઓ તરફ રહે છે.
ખાંડ ઉદ્યોગે ખેડૂતાની રોજી છીનવી
આનાથી વધુ ખરાબ દાખલે ખાંડ ઉદ્યોગના છે. ખાંડ ઉત્તર ભારતના સહુથી મોટા ગૃહઉદ્યોગ હતા. એકલું બંગાળ મધ્ય એશિયાના દેશેાની ખાંડની માંગ પૂરી પાડતું.
અમુક વ્યક્તિઓએ સરકારી સહાય અને રક્ષણ નીચે એની ફેકટરીએ નાખી. એટલે તે ઉદ્યોગ થયા. આ ઉદ્યોગ ગૃહઉદ્યોગ સામે ટક્કર ઝીલવા સમર્થ ન હતા. એટલે સરકાર તેની મદદે આવી. ગામડાંઓમાં બનતી, મિલેા કરતાં વધુ ઉત્તમ અને વધુ સસ્તી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org