________________
૩૬
પડે અને સરકારને આ લાકોની મેાલી ઉપર નાચી તે પ્રમાણે નીતિ ઘટવી જોઈએ.
મૂઠ્ઠીભર સ્વાથી એની દયા ઉપર ૬૫ કરોડ ભારતવાસીએ જીવી રહ્યા છે આજે એક માલધારી તમારી સામે તમારા વાસણમાં ગાય કે ભેંસ દાહી આપે અને તે દૂધના નમૂના સરકારી માણસ લઈ જાય અને તેમાં અઢી ટકા જ ઘી હોય તે પેલા માલધારીને તેણે કશી ભેળસેળ ન કરી હાય છતાં ચાર ટકાથી ઓછા ઘીવાળું ચાખું તાજુ દૂધ વેચવા માટે જેલની સજા થાય. પણ પરદેશી વાસી પાઉડરના દૂધમાં ચાર ટકા બટરઓઈલ વૈજ્ઞાનિક પ્રક્રિયા દ્વારા ભેળવી દેવામાં આવે તે દૂધ ભેળસેળવાળું ન ગણાય, પ્રમાણિત ગણાય.
ગામડાંઓને પૂરક આવક કમાવી આપવાના એઠા નીચે શરૂ થયેલી નવીન પ્રકારની આધુનિક ડેરીઓની આ નવી ચાલથી ગામડાંના માણસાને નામનું પેષણ મળતું તે ઝૂંટવાઇ ગયું છે. મખલક આવક થઈ છે પરદેશી રીઓને અને દૂધના પાઉડરના સેાદામાં સંડાવાયેલી ભારતીય વ્યક્તિઓને.
૨૬ વરસમાં આપણે દૂધના પાઉડરની ૭૪ર ટકા આયાત ત્યારે જ વધારી શકયા જ્યારે આપણને દૂધના પાઉડર પૂરા પાડનાર દેશેાએ પેાતાની નિકાસ વધારી. અને એ દેશ નિકાસ ત્યારે જ વધારી શકયા હશે જ્યારે તેમણે પોતાનું પશુધન વધાર્યુ હશે, વધુ દૂધ આપવાની ક્ષમતાવાળું અનાવ્યું હશે. અને આ સિદ્ધિ તેમણે આપણાં પશુઓના માંમાંથી ભૂસું, ખાળ અને ગુવાર તથા કપાસિયા આંચકી લઈને મેળવી છે. એક તરફથી આપણને ખાળના હૂંડિયામણની લાલચ આપીને ખીજે હાથે એ હૂં િયામણુ વ્યાજ સહિત દૂધના પાઉડર અને બટરઓઈલની નિકાસ દ્વારા પાછું આંચકી લીધું છે.
ભારતીય અર્થશાસ્ત્રના એક સિદ્ધાંત છે કે જે ચીજની જ્યાં જરૂર હોય ત્યાં તે પેદા કરવી જોઇએ.
દૂધ એ તા રાજની જીવનની અત્યંત જરૂરિયાતની ચીજ છે. માટે આપણે એવી વ્યવસ્થા કરી હતી કે દરેક ઘરમાં તે ઉત્પન્ન થાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org