________________
૩૪
પછી જેમ જેમ પશુઓની તલ અને ડરીઓને વિકાસ થત ગમે તેમ તેમ બળદના ભાવ ૧૦ રૂપિયા, ૨૦, ૫૦, ૧૦૦, ૧૫૦, ૨૦૦, ૫૦૦, ૭૫૦, ૧૦૦૦, ૧૨૦૦, ૧૫૦૦, ૨૦૦૦, ૩૦૦૦, ૫૦૦૦ એમ કૂદકે ને ભૂસકે વધતા ગયા અને ઘઉં-ચેખાની કિંમત અનુક્રમે એક રૂપિયાના ૨૦ કિલે અને ૧૦ કિલે, ૧૦ કિલે અને પાંચ કિલે . ૨ કિલે અને ૧ કિલો અને હવે ૫૦૦ ગ્રામ અને ર૫૦ ગ્રામ. ૧૭૦ . ગ્રામ અને ૭૦ ગ્રામ થયા છે.
એક રૂપિયામાં ૨૫થી ૩૬ કિલે ઘઉં વેચવાનું અને ૬૩ કિલો રેખા વેચવાનું પરવડતું, એ ખેડૂતોને આજે એક રૂપિયાના પ૦૦ ગ્રામ ઘઉં અને ૨૫૦ ગ્રામ ચેખા વેચવા પરવડતા નથી એવી એમની ફરિયાદ છે.
દેશના પશુધનને નાશ કરવામાં અને એ રીતે જબરી મોંઘવારી પેદા કરવામાં ડેરીઓને હિસ્સ બહુ મટે છે. ગાય અને ગાયના દૂધને વેપાર કરાય નહિ એવી શાસ્ત્રોની આજ્ઞા લેપવાનું પરિણામ એ આવ્યું છે કે જેમ વરસાદનું તમામ પાણી અંતે તે નદીઓ દ્વારા દરિયામાં જાય છે તેમ ગ્રામપ્રદેશનું શ્રેષ્ઠ પશુધન ડેરીઓમાં ખેંચાઈ જાય છે અને ત્યાંથી કતલખાને જાય છે. અને પરદેશી ડેરીઓના દૂધના પાઉડર અને બટર-એઈલ એ ડેરીઓમાં ઘૂસી જઈને ત્યાંથી શહેરમાં ફરી વળે છે અને દેશની લત લૂંટી લે છે. તેના પ્રત્યાઘાતથી કરેડો બાળકે આંધળાં બને છે અને કરડે વૃદ્ધો અને બીમારે દૂધ વિના ટળવળે છે. અને એણે પ્રગટાવેલી મેંઘારતથી પ્રજાના પચાસ ટકા માનવીને દિવસમાં બે વખત પેટ ભરીને અન્ન ખાઈ શક્તા નથી.
આમ ડેરી એ માત્ર દૂઝણી ગાય, ભેંસે, વાછરડાં, પાડરડાઓને મૃત્યુદ્વારમાં ધકેલી દેનારી નહેર નથી, એમાંથી પ્રગટ થતાં મોતનાં કિરણે સમસ્ત ખેતી ઉપર ફરી વળે છે. અને તેથી નિર્બળ અને મેંઘી બનેલી ખેતી વડે સમસ્ત પ્રજા ચુસાતી જઈને ગરીબીના, ભૂખમરાના, રોગોના ભરડામાં વધુ ને વધુ ભીંસાતી જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org