________________
શું અંધકારની જેમ પ્રકાશ પણ વધી રહ્યો છે?
દેશકાળના સૂસવાટા મારતા વાયરાની ઝપટમાં મોટા વડલા ય ધરતી ભેગા થવા લાગ્યા છે. આવી સ્થિતિમાં ઘણીવાર એવા ભય પેસી જાય છે કે ભાવિ કેટલું ભયંકર હશે? માજ’ કેવી અંધકારમય ખની છે!
પણ જયાં આંખો ખેં'ચીને દૂર દૂરના કોઈ ક્ષિતિજ તરફ નજર કરું છું, તે પ્રકાશની એકાઢી નાની પશુ તેજરેખા ધીમી ગતિએ આગળ ધસી રહી હેાય તેમ લાગે છે. એની ચાલની રહેલી ગ'ભીરતા અને મક્કમતા તે જાણે એમ કહી રહી છે કે આ તેજરેખા આલા અંધકારને ભેટ્ટીને ખતમ કરી નાખવા માટે જ આગળ વધી રહી છે.
કદાચ
ધીમે પ્રીમે આ તેજરેખાની લંબાઈ, પહેાળાઈ વધતી જાય અને વિરાટ ક્ષેત્રને આવરતી જતી આગળ વધતી જાય તે નવાઈ નહિ.
આ કલ્પનામાત્ર મારા સાડા ત્રણ ક્રોડ રૂવાંડામાં આનંદની મીઠી અને તીખી લહેરી પ્રસરાવી દે છે.
વાહ ! કેવું સભ્ય હશે એ ગગન ? કે જેની નીચે રહેલી આર્યોવત'ની આ મહાપ્રજા પાતાનું રાળાઈ ગએલું સુખ, શાન્તિ, સંપ, ત્યાગ, તપ અને તિતિક્ષાનું જીવન પાછું પ્રાપ્ત કરીને સુખ ઉપરની અનેાખી લાલીથી અને ભારે ખુમારીથી ધરતીને શૈાભાવતી હશે !
પ. શ્રી ચન્દ્રશેખરવિજયજ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org