________________
વરસ પહેલાં શું બન્યું હતું તે આજની પ્રજા જાણતી નથી. કારણ કે તે બનાવે ઉપર લેખંડી પડો પાડી દેવામાં આવ્યું છે. આજની, પ્રજા એ જાણીને બોધપાઠ લે અને આગમનાં એંધાણ પારખે એ અતિ જરૂરનું છે. માટે તેને ઉલેખ લંબાણ થવાને ભય છોડીને, પણ કરે જ રહ્યો. લાચારીભરેલી સંધિઓ
હવે અંગ્રેજો નાનામોટા રાજવીઓ સાથે નવેસરથી સંધિની નવી દરખાસ્ત રજૂ કરતા અને એ દરખાસ્તને સ્વીકાર ન થાય તે લકી હુમલાની ધમકી આપતા. નવી સંધિઓની દરખાસ્તમાં ખાસ મહત્વની, અપમાનકારક અને રાજ્યની આર્થિક, સામાજિક સ્થિતિને ઘેરી અસર પહોંચાડે તેવી દરખાસ્ત નીચે મુજબ રહેતી.' - રાજવીએ પિતાનું લશ્કર વિખેરી નાંખીને અંગ્રેજો કહે તેટલા જ સૈનિકો અને તેટલાં જ હથિયારે પોતાના સૈન્યમાં રાખવાં. બીજાં અન્ય સાથે કોઈ પ્રકારની સંધિ કરવી નહિ. અંગ્રેજો કહે તેટલી અંગ્રેજ પલટને અને ઘોડેસવાર ટુકડીઓ પિતાના રાજયમાં રાખવી. તેને ખરચ રાજવીએ ભગવ, પણ એ લશ્કરના અફસર રાજવીને હુકમ નહિ માને, હુકમ અંગ્રેજોને જ માનશે. લશ્કરમાં કદાચ સૈનિકો હિંદી હોય, પણ અફસરે તમામ અંગ્રેજો જ રહેશે. - આ લશ્કરના પગારનું પેરણું અંધેજે નક્કી કરે. એ ધરણ, એટલું ઊંચું હોય કે રાજ્યની તિજોરી એ બે જે ઉપાડી શકે નહિ. ઉપરાંત આ સંધિ ઉપર સહી કર્યા પહેલાં રાજવીએ અંગ્રેજ સત્તાધીશોને પાંચથી દશ લાખ રૂપિયા નજરાણું (આજની ભાષામાં આનના આપવું પડતું. બદલામાં રાજ્યની અંદર કાંઈ અવ્યવસ્થા થાય તે તે સામે રાવીને અંગ્રેજ સૈન્યનું રક્ષણ મળતું. એ આવી શરતે અને સંધિને નામે થતી લૂંટથી રાજ્યની આર્થિક રીતે કમર ભાંગી પડતી. એ ખરચને પહોંચી વળવા પ્રજા ઉપર વધુ કરવેરા લાદવાની અને આકરી મહેસૂલ નીતિને આશ્રય લે પડતે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org