________________
૧૨
, વલેણું વાવવું એ સ્ત્રીઓ માટે શ્રેષ્ઠ વ્યાયામ છે. તેનાથી હાથ, છાતી, કમર અને પેટ તેમજ ગરદનના સ્નાયુઓને વ્યાયામ મળે છે. પરિણામે શરીર સૌષ્ઠવ જળવાઈ રહે છે. પશ્ચિમી કસરમાં આવે કેઈ ફાયદે નથી.
ઘરમાં ગાય, ભેંસ હોય એટલે ચોખ્ખું તાજું દૂધ, તાજુ" દહીં, તાજી છાશ અને શુદ્ધ ઘી મળે.
એક તે એ બજારમાંથી વેચાતા લઈએ તેના કરતાં ઘણાં સસ્તાં પડે. કોઈ જાતની ભેળસેળ થવાની સંભાવના જ નહિ. કુટુંબના સભ્ય નિરોગી રહે એટલે દવાઓને ખર્ચ બચે. - જ્યાં સુધી ઘેર ઘેર ગાય ભેંસ હતી ત્યાં સુધી ઘેર ઘેર વલેણ હતાં. અને ત્યાં સુધી વનસ્પતિ (ડલડા) ઘરમાં પ્રવેશ પામી શકયું નહિ.
વનસ્પતિ ઉદ્યોગને ફાય કરી આપવા પ્રથમ અંગ્રેજ સરકાર દ્વારા અને પછી ગ્રેસી સરકાર દ્વારા એવી નીતિ આચરવામાં આવી કે લોકો ઘરમાં ગાય ભેંસ પાળી શકે જ નહિ.
કેસની પછી આવેલ જનતા પાર્ટીએ તે એવી નીતિ અખત્યાર કરી છે કે યેનકેન પ્રકારેણ જે પશુધન પ્રજાની ઉગ્ર લાગણીને કારણે ખતમ કરી શકવામાં રૂકાવટ થતી હોય તે પશુઓને જીવતાં જ દેશની. બહાર મોકલી દેવા.
જીવતાં પશુઓની પરદેશમાં નિકાસ કરવામાં ગુજરાત કદાચ મોખરે હશે.
આ નીતિ આચરવા પાછળ પરદેશી સત્તાઓને હાથ હોય એમ. લેકેને શંકા થાય તે તે શંકા સકારણ છે.
કારણ કે પરદેશી ડેરીઓના દૂધના પાઉડર અને બટરઓઈલ નામને કોઈ વિચિત્ર પદાર્થ ઘી નાં નામે ઓળખાઈને અબજો રૂપિયાના વિદેશી હૂંડિયામણના ખર્ચે દેશમાં આયાત કરાઈ રહેલ છે.
આ બિનજરૂરી રાષ્ટ્રદ્રોહી આયાત નીતિમાં કેટલા દેશી-વિદેશીઓના હિત હશે અને કેટલા દેશી અમલદારે કે એજન્ટે એમાં કરોડના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org