________________
બે અથવ્યવસ્થા વિશ્વમાં બે પ્રકારની અર્થવ્યવસ્થા છે: (૧) યંત્રના આધારે વિકસેલી પશ્ચિમની શેષણ અને હિંસક અર્થવ્યવસ્થા. - શેષણ અને હિંસા એ જ પશ્ચિમી અર્થવ્યવસ્થાની જીવાદોરી છે. બે બે વિશ્વયુદ્ધો, બસે વરસ સુધી પશ્ચિમનાં રાજ્યએ જીતીને પિતાનાં સંસ્થાને બનાવી દીધેલાં, એશિયાઈ, આફ્રિકન રાજ્યનું શોષણ, બીજા વિશ્વયુદ્ધ પછી નવોદિત રાજ્ય વચ્ચે ખેલતાં યુદ્ધો, આંતરવિગ્રહે, બળવા, જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની અછત, કાળાબજાર, ભ્રષ્ટાચાર એ તમામ પેલી શેષક અર્થવ્યવસ્થાને પરિપાક છે. એ અર્થવ્યવસ્થામાં બે વિભાગ છે. મૂડીવાદ અને સામ્યવાદ. બન્નેનું ધ્યેય તે એક જ છે, શોષણ કરવાનું. કારણ કે શેષણ વિના તેમની હસ્તી જ રહે નહિ. બન્ને વચ્ચે ઝઘડે માત્ર શેષણ કરવાના અધિકારને છે. મૂડીવાદમાં વ્યક્તિ કે વ્યક્તિઓ રાજયની સહાય અને રક્ષણ મેળવીને શેષણ કરે છે. જ્યારે સામ્યવાદમાં રાજસત્તા પિતે જશેષણ કરે છે. એ શેષણ અર્થવ્યવસ્થા ટકાવી રાખવા માટે જ મૂડીવાદ અને સામ્યવાદી અર્થતંત્રને વરેલી મહાસત્તાએ નવેદિત રાષ્ટ્રને આર્થિક સહાયના નામે ફરીથી આર્થિક ગુલામીમાં સપડાવી તેમનું શોષણ કરવા પ્રયત્ન કરે છે.
જે દેશે આવી શેષક, અર્થવ્યવસ્થા સ્વીકારી હોય તે દેશની ખેતી પણ શેષણ ઉપર નભતી બની જાય છે. તે વગર પ્રયત્ન જ ફખેર અને સ્વાર્થવૃત્તિની બની જાય છે.
આપણે શોષક, હિંસક યાંત્રિક અર્થવ્યવસ્થા સ્વીકારી અને બને વચ્ચેનું ઘર્ષણ ટાળવા મિશ્ર અર્થતંત્ર બનાવી મૂડીવાદ અને સામ્યવાદ (ખાનગીક્ષેત્રે અને જાહેરક્ષેત્રે) બનેને શેષણની લીલી ઝંડી આપી હતી. પરિણામે ખેતીની ગુણવત્તા ઘટતી જાય છે, સ્વાર્થવૃત્તિ અને નફાખેરી વધતી જાય છે, અને સમગ્ર ખેતી ધીમે ધીમે ચોક્કસ ઉદ્યોગ અને ડીઝલ વેચતા આરબ દેશના સકંજામાં સપડાતી જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org