________________
૨૩૪ છે એક હાર જુવાર બાજરાની હોય તે બીજી વાર કઠળની હેય.. આમ જોઈએ તે ર૩ એકરમાં જુવાર કે બાજ હોય તે ૧/૩ એકરમાં બીજા પાક હોય છે. પરંતુ જુવાર કે બાજરાને ૨/૩ એકરમાં ઊતરે. પાક એક એકરને ગણાઈ જાય એટલે આપણા આંકડા કંગાળ દેખાય. જયારે પશ્ચિમના દેશની રીત આખા એકરમાં એક જ જાતનું અનાજ વાવવાની હેવાથી તેમના એક આખા એકરમાં ઉત્પન્ન થયેલા અનાજને આંકડે આપણા ૨/૩ એકરમાં ઊગેલા અનાજ કરતાં મોટો લાગે. તેમાં આશ્ચર્ય શું છે. - આપણે ખેડૂત મિશ્ર ખેતી કરે છે. કારણ કે પશ્ચિમને ખેડૂત કરતાં તે વધારે શાણે અને વધારે અનુભવી છે. તે જાણતા હોય છે કે જે ખેતરમાં જીવાત પડે તે એક જાતના અનાજ ઉપર લાગેલી જીવાત બીજી જાતના અનાજને લાગતી નથી એટલે એક અનાજ તે બચી જ જાય. દા. ત., ખેતરમાં બાજ અને મગ ઉગાડયા હેય. અને મગ અથવા બાજરાને જીવાત લાગે છે જેને જીવાત ન લાગી હોય તે અનાજ બચી જાય, ત્યારે મિશ્ર ખેતી ન હોય તે તમામ પાક નાશ પામે.
નીચેના પ્રશ્નોના જવાબો કયાં છે? ' હવે દલીલની ખાતર ઉપર જણાવેલા તમામ આંકડા સાચા માનીએ તે પણું નીચેના પ્રશ્નોના જવાબ મળી શકતા નથી.
રશિયાની વસ્તી આપણે વસ્તીના ૪૦ ટકા જેટલી જ છે. જ્યારે તેની જમીન આપણી જમીન કરતાં ૬ ગણી વધારે છે. તેનું અનાજ ઉત્પાદન આપણા કરતાં એકરે ૬૪ કિલે વધારે હોય તે, પછી તે અનાજની આયાત શા માટે કરે છે? જે પ્રસિદ્ધ થયેલા આંકડા સાચા હોય તે રશિયા અનાજની નિકાસ કરતું હોય, પણ તેમ નથી. ઓસ્ટ્રેલિયા રશિયા કરતાં બમણું ફર્ટિલાઈઝર વાપરે છે. છતાં તેનું અને ઉત્પાદન રશિયા જેટલું જ છે. અહીં ફર્ટિલાઈઝરનું મહત્વ નથી. દેખાતું, પરંતુ ઓસ્ટ્રેલિયાનાં જમીન અને હવામાન વધુ સારા હેવાથી તે ઓછા ફર્ટિલાઈઝરે પણ ઓસ્ટ્રેલિયા જેટલું જ પાક લઈ શકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org