________________
*
*
ર૭૫ .
દુ:ખે પેટ, ફૂટે માથું મેં તે શરૂઆતથી જ શંકા ઉઠાવી છે કે વસ્તી વધારે એ માત્ર શેષક અર્થવ્યવસ્થાના સંદર્ભમાં ઘડાએલી પંચવર્ષીય જનાએના પરિપાક રૂપે શરૂ થએલી ગ્રામવાસીઓની શહેર તરફની હિજરતના કારણે પેદા થયેલી એક ભ્રમણ જ માત્ર છે, અને છતાં હિજરતને રોકવાના સંજોગો પેદા કરવાને બદલે માની લીધેલા વસ્તી -વધારાને રોકવા માટે અનાર્થિક, સામાજિક, અસાંસ્કૃતિક અને પાપિષ્ટ પગલાં લેવાની શરૂઆત થઈ છે.
સરકારી પગલાં પાછળ ડહાપણ - આ પગલાને પરિણામે ભારતનાં અનેક સ્ત્રીપુરુષે મોતને ભેટયાં
છે. લાખે કે માંદગીને ભેગ બન્યાં છે. કરોડોએ માનસિક યાત-નાઓ ભેગવી છે અને સમસ્ત પ્રજાએ – ગરીબ તવંગર સહુએ–આ
અમાનુષી કૃ પાછળ કરવામાં આવતા જંગી ખર્ચને પિતાની જાણ વિના જ બેજ વેઠયો છે.
શ્રી સુધીર લક્ષમણ હેન્દ્ર તેમના પુસ્તક “હિંદુઓ અને કુટુંબનિયેજન”ના પાના ૬૯ (પ્રકાશન સપ્ટેમ્બર ૧૭૪) ઉપર લખે છે કે, “વધતી જતી વસ્તીને કાબૂમાં લેવા સરકારે આજ સુધીમાં રૂ. ૫૦૦ કરોડ ખર્ચા છે.” અને આવડી જંગી રકમ ખર્ચા છતાં પણ તેમના જ કહેવા પ્રમાણે વસ્તી વધારે તે થતું જ રહે છે. એ બતાવે છે કે તેમનાં તમામ પગલાં પાછળ કોઈ જાતના ડહાપણને કે સાદી સમજદારીને અંશ પણ નથી.
પાશવી ઉપાયે માટે સરકાર સામે કેસ કેમ ન કરવો? વસ્તી વધારે અટકાવવા માટેના અકુદરતી ઉપાય, લાંચરૂશવત, ધમકી, બળજબરી અને કાયદેસરના ગર્ભપાતના સૈદ્ધાંતિક સ્વીકાર કરાયા પછી નવજાત બાળકનાં ખૂન, અનુત્પાદક વૃદ્ધોનાં ખૂન અને પ્રજનન કરી શકે એવી સ્ત્રીઓની સંખ્યાને કાબૂમાં રાખવા તેમને સીધી કે આડકતરી રીતે મોતને ઘાટ ચડાવી દેવાનાં પગલાં તથા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org