________________
ર૭ર
સાથે કામ પડે છે, તેમની વચ્ચે ઠઠ્ઠામશ્કરી પણ ચાલે છે. તેમને કામની કે ધંધાની જવાબદારી રહેતી નથી. સ્ત્રી અને પુરુષ બન્ને મજૂરીએ જાય એટલે કેઈને એકબીજાની પરવા નહિ. મજૂરી કરીને થાકે ત્યારે દારૂ ઢીંચે, નેકરી કે મજૂરીને સમય પૂરો થાય એટલે ટોળે વળીને જુદી જુદી સ્ત્રીઓ વિષે કે પુરુષે વિષે એકબીજાના સંબંધ વિષે કુથલી કરવી અને વાતાવરણને કામુકતાથી ભરેલું રાખવું એ કારણે કુટુંબભાવના, શીલની ભાવના નષ્ટ થાય છે. વિષયાંધતાનાં અનેક આકર્ષણે તેમને ઘેરી વળે છે એટલે વ્યભિચાર વધે છે. ઉપરાંત મોટા ઉદ્યોગોમાં મને માંડ પેટ ભરાય એટલી મજૂરી મળે છે અને તેમની નજર સામે અનેક ભભકભર્યા પ્રભને હેય છે જેથી વૈભવ જોગવવાની લાલસામાં શીલ નષ્ટ કરે છે.
તે બીજી તરફથી ઊંચા પગારના અધિકારીઓ દારૂ અને સ્ત્રીમિત્રોથી ઘેરાએલા રહેવામાં ગૌરવ માને છે. આમ ગરીબ અને શ્રીમંત- અને વર્ગમાં જુદાં જુદાં કારણેએ નીતિભ્રષ્ટતા અને વ્યભિચાર વધે છે. જે અપ્રતિમ વસ્તી-વધારામાં પરિણમે છે, સંસ્કારિત દામ્પત્યજીવન ગાળવામાં આવે તે જે પ્રમાણમાં પ્રજા ઉત્પન્ન થાય તેના કરતાં એક પુરુષ અનેક સ્ત્રીઓને ભેગવે કે એક સ્ત્રી અનેક પુરુષને ભોગવે તેમાં વસ્તી-વધારે અનેક ગણે થઈ જવાની સંભાવના છે અને આજ કારણથી ઉદ્યોગપ્રધાન દેશમાં વસ્તીવધારાની સમસ્યા વધતી જાય છે. - ભારત સ્વતંત્ર થયા પછી તેને જે વસ્તી વધારે દેખાડવામાં આવે છે એ જે સાચે છે તે તેનું કારણ સ્વાધીનતા મેળવ્યા પછી મોટા યંત્રોદ્યોગમાં જે હરણફાળ ભરી અને પ્રજા માંસાહાર તરફ વળી તે સિવાય બીજું કોઈ કારણ નથી. બીજા સંજોગો તે પ્રજાની સંખ્યાને ઓછી જ કરે તેવા જ છે, પણ ઉદ્યોગીકરણ અને માંસાહારે વસ્તીવધારાની ગતિને વધારી મૂકી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org