________________
મૂળમાંથી જ ડામો સિનેમા જોઈને આંખે બગાડ્યા બાદ નેત્રય કરવામાં લાગે રૂપિયા વાપરવા તે કરતાં સિનેમા જ બંધ કરવાં જોઈએ.
જેવીતેવી ખાવાની વાનગીઓ પ્રજા ખાય; પછી દાંત બગડે ત્યારે દંતય કરાવવા એ કરતાં આહારનું ધોરણ રાજકીય સ્તર ઉપરથી જ સાંસ્કૃતિક બનાવવું જોઈએ.
જો આમ ન કરાય તે નેત્રય વગેરેની પાછળ રેગનાં મૂળને દુર કરવાની વાતની જે ઉપેક્ષા પડી છે તે ખૂબ ભયંકર છે. રેગને મૂળને નાશ કરવાની ઉપેક્ષા એ ખરેખર તે રોગોને જીવતા જ રાખવાની પ્રવૃત્તિ છે જાણતાં કે અજાણતાં
ગરીબીનાં મૂળ દૂર કર્યા વિના ગરીબોને મદદ કરતા રહેવી. ( હૈયાની કરુણતા જાળવી રાખવા પૂરતી મદદ કરવી પડે તે જુદી વાત છે) એ માનવતા ખરેખર તે ગરીબીને વધારવામાં જ પરિણમી જાય છે. • - સંભવ છે કે કેટલાક લેરી લેક રોગદિના મૂળ તરફ પ્રજાની નજર ન જતી રહે તે માટે જ દવાઓ, દંતય, નેત્રયની માનવતાનું વધુ મોટું બુમરાણ મચાવતા હોય. સુખી લેકેની નજર આવી પ્રવૃત્તિમાં જ બાંધી રાખવામાં આવતી હેય. ' " મને તે લાગે છે કે યૂહબુદ્ધિમાં દેખાતી આજની બધી માનવતાવાદી પ્રવૃત્તિઓ સમગ્ર માનવજાતને નાશ કરવામાં પરિણમી જશે.
દાનવીરે! દાનના સાચા માર્ગે આવો દાનશૂરાઓ! તમે સાવધાન બને. ગરીબેને માટે દવાઓ વગેરે પાછળ અઢળક રકમ ખર્ચવા કરતાં તે પ્રજાને સહજ રીતે પિષણ આપી દેતાં દૂધ વગેરેની પરંપરાગત વ્યવસ્થા પુનઃ ખડી કરી દેવામાં રકમ ખર્ચો.
પણ સબૂર. એક વાત કદી ન ભૂલતા કે આવી વ્યવસ્થામાં પાઉડરનાં દૂધ કે ડેરીનાં દૂધ ક્યાંય ન આવી જાય! કેમકે દેશી, કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org