________________
સમ્યગુ દર્શન વંદના
જે બીજ છે શિવપદ તણું, સડસઠ વિભેદે વર્ણવ્યું, ક્ષાયોપશમ ક્ષાયિક ઉપશમ, દ્રષ્ટિ નિર્મળતા ભર્યું, જેનું અનુપમ સ્થાન છટ્ટ, પદે શ્રી સિદ્ધચક્રના; દર્શન તણાં શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના...૨૧ છોને ચમત્કારો બતાડે, દેવતાઓ ભલભલા, તોડી શકે ના કોઈ મુજ, શ્રદ્ધા તણી શુભ શૃંખલા; સમકિતધારી શ્રાવિકા, સુલસાના ગુણ કહેવાય ના. દર્શન તણાં શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના... ૨ ૨ મારા પ્રભુએ જે કર્યું, તે જ સાચું એક છે, તે સત્ય છે નિઃશંક છે, તે પ્રાણ છે આધાર છે, શ્રદ્ધા ખડગ જેવી અડગ, મુજ અંતરે હો સ્થાપના, દર્શન તણાં શુભ ચરણમાં, કરે ભાવથી હું વંદના... ૨૩ તનથી રહે સંસારમાં, પણ મોક્ષમાં મનડું રમે, તપ ત્યાગ સંયમ ભાવના, જેની રગરગમાં રમે, ઉત્કૃષ્ટ છાસઠ સાગરુની, સ્થિતિ હોવે ખંડના. દર્શન તણાં શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના... ૨૪
[II મંત્ર : ૐ હીં તત્ત્વરુચિરૂપાય શ્રી સમ્યગદર્શનાય નમઃ સ્વાહા ||
૬૮
Jain
crucation International
For Personal & Private Use Only
www.jmichibrary.org