________________
સાધુ વંદના
તજી માત તાત સ્વજન સંબંધી, પ્યારા સૌ પરિવારને, મૂકી માયા ને મમતા નઠારી, સ્વાર્થ ભર્યા સંસારને; કરે સાધના એકાંતના, એક પૂર્ણ પદની ઝંખના, એ શ્રમણના શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના...૧૭ તપ ત્યાગને સ્વાધ્યાયમાં, તલ્લીન જે નિશદિન રહે, ઉપસર્ગને પરિષહ તણી, વણઝાર જે હસતા સહે; દવિધ સાધુ ધર્મની, કરે ભાવથી આરાધના. એ શ્રમણના શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના...૧૮ તલવાર ધાર સમા મહાવ્રત, પાળતા જે આકરાં, નૈષ્ઠિક બ્રહ્મ રાચતા, સવિજીવના જે આશરા વર હેમની પરે ઓપતા, સેતુ સકલ કલ્યાણના. એ શ્રમણના શુભ ચરણમાં, કરું' ભાવથી હું વંદના...૧૯ સાથે જે નિરતિચાર પાંચ, મહાવ્રતોના યોગને, જે વાસી-ચંદન કલ્પ, ના વાંછે સુરાદિ ભોગને; ઇચ્છે પ્રશંસા ન કદી, નિંદક પ્રતિ પણ દ્વેષના. એ શ્રમણના શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના...૨૦
મંત્ર : ૐ હ્રીં સિદ્ધિ માર્ગ સાધન સાવધાનેભ્ય : શ્રી સર્વસાધુભ્યો નમઃસ્વાહા ॥
Jain Education International
歡
For Persona Private Use Only
www.jainerary.org