________________
રંગાઈ જાને રંગમાં
૨
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, ગુરુ ગૌતમના સત્ સંગમાં, પ્રભુવીર તણાં ગણધરમાં. તું...(૧) બ્રાહ્મણકુળમાં જન્મ લઈને, વિદ્વતા મળી ન્યારી, માત-પિતાનાં આશીર્વચને, ચૌદવિદ્યાનાં પારગામી;૨ સંશય ધરી વીર શરણે આવે, શંકા નિવારે પ્રભુ પલમાં તું...(ર) વીરપ્રભુથી ત્રિપદી પાઈ, દ્વાદશાંગિની રચના.ર બીજબુદ્ધિથી ગુરુકૃપાએ, કરતા અંતર્મુહૂર્તમાં; વીરજિનનાં પ્રથમ ગણધર, જગમાં વયણે ગવાયા. તું...(૩) રવિકિરણથી યાત્રા કરવા, અષ્ટાપદ તીરથ જાયે. અમૃતમય અંગૂઠેતાપસને, ખીરથી પારણું કરાવે;૨ જે કોઈને સંયમ આપે, કેવલ જ્ઞાન તે પાવે... તું...(૪) માન ગયું ગણધરપદ પાયા, ખેદથી કેવલ પાયા,ર ગુરુભક્તિથી મોક્ષે સિધાયા, વંદન કોટિવારા; સમર્પણતા ‘ગુણ”ને પામું, “મુનીશ”ની એ ઝંખના.......(પ)
Jain Education International
૪૬
For Personal & Private Use Only
www.jainelibr= y org