________________
તુજ નામ મંત્રી સમું બન્યું જે સર્વ ટાળે આપદા, તુજ મૂર્તિ ચિંતામણિ બની જે સકલ આપે સંપદા, લાખ્ખો તર્યા તુજ નામને મૂર્તિતણા આલંબને તે દશ્ય ત્યારે જે મણે માણ્યું હશે તે ધન્ય છે... ૨૪ સમેતશિખરે કરી અણસણ એક મહિનાનું ચરમ, તેત્રીસ મુનિવર સંગમાં પામ્યા તમે પદને પરમ, કાઉસગ્નમુદ્રામાં હણ્યા સહુ કમ કેરા મર્મને .તે... ૨૫ જયાં વીશ જિનવર અજિત આદિ મુક્તિપદને પામીયા, ત્યાં વીશમાં અંતિમ ક્રમે શ્રીપાર્થ આપ પધારિયા, છે થયું નિર્વાણ કલ્યાણક તમારું તે સ્થળે તે... ૨૬ આ ઘોર કલિકાળે પ્રભુ પ્રગટયો શતાધિક તીર્થની, સૂની ધરાનાં માંડવે તું દિવ્ય કલ્પતરુ બની, પૂરો બધાની કામના તિમ પૂરજો મારી હવે તુજ દિવ્ય શાસન અચલભાસન, પ્રાપ્ત થાવ ભવોભવે.તે.... ૨૭
(કળશ)
શ્રી પાર્શ્વ તારો વિજયડંકો વિશ્વભરમાં વાગતો, શ્રી પાર્શ્વતારો દિવ્યમહિમા આ યુગે પણ જાગતો, શ્રી પાર્શ્વતારી મોહિનીને પ્રેમથી પ્રેરાઈને, શ્રીધર ધરવિજયે રચી આ ભક્તિરચના ગાઈને, નિત પામજો સહુ દિવ્યમંગળ માળ કેરી વધાઈને .તે..૨૮
- ૩ For Personal & P
Jain Education International
ate Use Only
www.jainelibrary org