________________
જિનશાસનમાં જન્મ ધરીને
જિનશાસનમાં જન્મ ધરીને સફળ કીધો અવતાર, હોજો જયજયકાર...દિવ્યાત્મા... તવ હોજો જયજયકાર...૧ પૂર્વજન્મનાં પુણ્ય પ્રભાવે, કરી સાધના ભારી, પિતૃ-ભાતુનાં, નામ દિપાવ્યા, માંની કુખ ઉજાળી, તરી ગયા સંસાર, વીરાત્મા... તવ હોજો જયજયકાર....૨ તનમાં મનમાં રોમરોમમાં, સ્મરણ પ્રભુનું વ્યાપ્યું, ચંચલ ચિત્તને પ્રભુમયતામાં, સ્થિર કરીને સ્થાપ્યું, કર્યો અડગ નિર્ધાર... ભવ્યાત્મા- તવ હોજો જયજયકાર...૩ માયા મમતા મોહના બંધન, મૂળથી અળગા કિધાર, વાંધા-દંભી દુનિયાના, પળભરમાં ફગાવી દિધાર, સજયો સંયમ શણગાર... પૂન્યાત્મા...તવ હોજો જયજયકાર..૪
આ કેશનું લંચન છે... (રાગ : યહ હૈ પાવનભૂમિ) આ કેશનું લુચન છે, આ કર્મનું લુચન છે, કષાયો છે કાળા, તેનું આ લુચન છે.. આ કેશનું. ૧ નરકમાં દુઃખ વેઠ્યા, તિર્યંચમાં દુ:ખ વેઠ્યા, આ તો જિન આણા છે, ભવ દુઃખનું ભંજન છે... આ કેશનું. ર મહાસત્ત્વના ધારક જે, મહાપુણ્યના ધારક જે, તે લોચ કરે હોશે, અવિચલ જેનું મન છે... આ કેશનું. ૩ હસતા બાંધ્યા કર્મો, તે રોતા ના છૂટે, લુચન કરતા કરતા, પલમાં બંધન તૂટે... આ કેશનું. ૪
૨૯૯
in Education International
For Personel Private Use Only
www.jainelibrary.om