________________
ના તેજ હો નયને પરંતુ, નિર્વિકાર રહો સદા, હૈયે રહે ના હર્ષ કિંતુ, સદ્વિચાર રહો સદા, સૌંદર્ય દેહે ના રહે પણ, શીલ ભાર રહો સદા, મુજ સ્મરણમાં હે નાથ, તુજ પરમોપકાર રહે સદા...૧ ૨ ભવોભવ તમારા ચરણ પામી, શરણમાં બેસી રહું, ભવોભવ તમારી આણ પામી, કર્મનો કાંટો દહ્યું, ભવોભવ તમારો સાથ મળજો, એક છે મુજ પ્રાર્થના, ભવોભવ તમારું પામું શાસન, એક એ અભ્યર્થના...૧ ૩ તુજ દષ્ટી થી દૃષ્ટી મિલે, તો દૃષ્ટીદોષ ટળે બધા, તુજ મુરતીમાં મન ભળે, મન નિર્વિકારી બને સદા, તુજ સ્પર્શથી મહાબ્રહ્મની, સિદ્ધિ સદાએ સર્વથા, કરૂ નમન સવિ જિનચરણમાં, સ્મરણમાં રહેજો સદા...૧૪ શબ્દો તણો વૈભવ નથી, ભાવો નો વૈભવ આપજો, શક્તિ તણો વૈભવ નથી, ભક્તિનો વૈભવ આપજો, બુદ્ધિ તણો વૈભવ નથી, શ્રદ્ધાનો વૈભવ આપજો, વિજ્ઞાનનો વૈભવ નથી, વૈરાગ્યનો વૈભવ આપજો...૧૫ હું કદી ભુલી જાઉં તો પ્રભુ! તું મને સંભારજે, હું કદી ડૂબી જાઉં તો પ્રભુ! તું મને ઉગારજે, હું તો વસ્યો છું રાગમાં ને તું વસે વૈરાગ્યમાં, આ રાગમાં ડૂબેલ ને, ભવપાર તું ઉતારજે...૧૬ ના જોઈએ ધન વૈભવો, સંતોષ મુજને આપજે, ના જોઈએ સુખ-સાધનો, મન સંયમે મુજ સ્થાપજે, ના જોઈએ અનુકુળતા, સુખરાગ મારો કાપજે મુજ જીવનઘર માં હે પ્રભુ! તુજ પ્રેમસૌરભ આપજે...૧૭
Jair cation International
For Personal & Private Use Only
www.jainelibrorg