________________
કેવી મઝાની ભાવના મુજ હૃદય આ ઝંખ્યા કરે સાંનિધ્ય નિશદિન પામવા, મુજ મન ઘણું ઉછળ્યાં કરે તુમ સાથ છે, સહકાર છે, નૈયા હવે ભવપાર હો. ઓ. ૨૯
વિશ્વાસ મારો ડગમગે, ત્યારે તમે મને ચેતજો
હિંમત ધરી આગળ વધુ, સામર્થ્ય મુજને આપજો તુમ સાદ નિશદિન સુણવા, દિલમાં ભર્યો દરબાર હો. ઓ...૩૦
અધ્યાત્મના પીયૂષથી, બુઝાવજો મુજ પ્યાસને પ્રતિ શ્વાસ ને ઉચ્છવાસમાં, રાખું સદા તુમ આશને આ જિંદગીના જંગમાં, તુમ સાથનો પોકાર હો. ઓ...૩૧
જ્યારે કરું ઘણી યાદ હું તુફાન ત્યાં સરજાય છે સમજાવું છું મુજ જાતને, પણ ! મન ઘણું કરમાય છે કરું યાદ ત્યારે પધારજો ! મીઠો સદા લલકાર હો. ઓ.૩૨ ઉપસર્ગો મારા જીવનમાં, અનુકૂલ કે પ્રતિકૂલ હો
આશિષ દેજો ડગમગું ના, ફુલ કે ભલે શુલ હો મુજ વેલડી સમ આતમાનો, તુમ થકી ઉદ્ધાર હો. ઓ...૩૩
મુજ જીવનની સંધ્યા ઢળે, ત્યારે જરૂર પધારજો.
સમભાવ મારો ટકાવીને, નવકારને સંભળાવજો. હવે મૃત્યુનો પણ ભય નહિ, તુમ નામનો જયકાર ...૩૪ સૌભાગ્ય-યશ-કલ્યાણને વિકસાવનારા છો તમે
ચૈતન્યની સહુ સિદ્ધિને વિલસાવનારા છો તમે મુજ યોગક્ષેમ કરો સદા, ભલે આંધિયો હજાર હો. ઓ. ૩૫
ઓ તરણતારણ ગુરુવરા ! તમે સાધના-શણગાર છો ઓ પતિત-પાવન ગુરુવરા ! તુમે સાધ્ય સમ અણગાર છો પામી કૃપા તુમ ગુરુવરા ! આ જીવન મુજ સાકાર હો...૩૬
(૨૦૭
Jain Education International
For Personal & Private Use Only
www.dainelibrary.org