________________
આ તીર્થને સ્થાપ્યા પછી ચક્રી શ્રી ભરત. નરેશ્વરે, એ કે ક યોજન ના કર્યા સોપાન આઠ ગિરિ વિશે, એથી થયું ગિરિનામજે, છનું કિલોમીટર ઊંચે...એવા..૧ ૨ જયવંત રહેશે જે ગિરિ કલિકાળની સીમા સુધી, આ તીર્થનો નમનાર ની ક્ષય પામતી આફત બધી, આ તીર્થનું દર્શન મળો એવી કરું અભ્યર્થના...એવા...૧૩ શ્રી સગર ચક્રી રાજના સાઈઠ સહસ પુત્રો જહા આવ્યા અને ગંગા નદીને દંડથી લાવ્યાં અહા ! એ તીર્થ ભક્તો શહીદ થઈ સ્વર્ગે પધાર્યા બાદમાં...એવા..૧૪ રાવણ અને મંદોદરી જે તીર્થની યાત્રા કરે, દમયંતી જયાં ચોવીશ, જિનને રત્નના તિલક કરે, વાલી મુનિ જે તીર્થ પર, કૈવલ્ય લક્ષ્મી પામતાં...એવા...૧૫ ચંપાપુરીમાં વીરપ્રભુ ની દેશનાને સાંભળી, ગૌતમ ગુરુએ જે ગિરિની સ્પર્શના ભાવે કરી, ગુણચંદ્ર ગણી એમ વર્ણવે ‘મહાવીર ચરિત્ર' ગ્રંથમાં.. એવા..૧૬ શ્રી ભદ્રબાહુ સૂરીશ્વરે ‘નિર્યુક્તિ’ માં જેને સ્તવ્યો, આ તીર્થનો મહિમાં ધનેશ્વર સૂરિએ પણ ઊચ્ચયો, દેવેન્દ્ર ને અસુરેન્દ્ર કરતા ફરી ફરીને વંદના...એવા...૧૭ શ્રી પાદલિપ્ત સુરીશ્વરે જે તીર્થની યાત્રા કરી, શ્રી વીર સૂરિએ યક્ષ બળથી સ્પર્શ ના જેની કરી, જે તીર્થનું સં સ્મરણ પણ ભવ્યાત્મનું હિત કરે.. એવા શ્રી અષ્ટાપદ ગિરિને કોટી કોટી વંદના...એવા..૧૮
Jain Education International
For Perde
Private Use Only
www.jainelibary.org