________________
૨ શ્રી અષ્ટાપદજી તીર્થ વંદના ૬
નરનારી જે નિજ શક્તિથી આ તીર્થની યાત્રા કરે, તે તે જ ભવમાં શાશ્વતી નિર્વાણ સંપત્તિ ધરે, શ્રી વર્ધમાન જિનેશ્વરે એવી દીધી છે દેશના, એવા શ્રીઅષ્ટાપદ ગિરિને કોટી કોટી વંદના...૧ શ્રી હેમચંદ્ર સૂરિ કહે, શ્રી ધર્મઘોષ સૂરિ કહે, શ્રી પ્રભાવચંદ્ર સૂરિ કહે, જિનપ્રભ સૂરિજી પણ કહે, જે તીર્થના મહાત્મ્યને નિજ ગ્રંથમાં નિજ સ્તોત્રમાં...એવા..૨
શ્રી સિદ્ધગિરિથી પાંચ લાખ કિલોમીટર જે દૂર છે, આ તીર્થમાટે હૃદયમાં સંવેદના ભરપૂર ભરપૂર છે, બસ! આઠ યોજન દૂર છે જે તીર્થ વિનીતા નગરથી...એવા... ૩
શ્રી આદિનાથ જિનેશ્વરે આપી હતી જ્યાં દેશના, જે તીર્થ પર સંયમ લહે અટ્ઠાણું પુત્રો જિન તણા, સુંદરી સતી પામે અહિ સંયમ જીવનની સ્પર્શનાં...એવા... ૪
Jain Education International
For Person Use Only
www.jainelibrary.org