________________
ભક્તિનો સંગ મુક્તિનો રંગ,
ઉત્તરાધ્યયનાદિ આગમ ગ્રંથોમાં ભક્તિયોગને મુક્તિ સેતુ સ્વરૂપ સરળ યોગ જણાવ્યો છે.
ભગવાનની પાસે ભક્ત બની આપણે એ જ માંગણી કરવી છે કે મારા ભવરોગને દૂર કરવા તે નિષ્ણાત ડૉક્ટર છે જેથી મારી આંખોમાં તું એવા Eyedrops નાંખી દે કે મારી દોષદૃષ્ટિ ચાલી જાય. મારા મુખમાં તું એવી Capsule મૂકી દે કે પરદોષ કથનનો રોગ ચાલ્યો જાય. અરે ! મારા કાનમાં તું એવા Eardrops નાંખી દે કે પરનિંદાશ્રવણ દૂર ભાગી જાય. અરે ! મારા Heart નું એવું સફળ Operation કરી દે કે મલિનભાવો નાશ પામી જાય.
ભાવયાત્રા - વંદના - સંવેદના” પુસ્તકમાં સ્વ-પર રચિત વંદનાવલી તથા અનેક તીર્થોની ભાવયાત્રાઓ પ્રસ્તુત છે...અન્ય કૃતિકારોનો આવકાર સહ આભાર. આ અવસરે સંપાદક પ. પૂ. પંન્યાસ પ્રવર શ્રી મુની શરત્ન વિજયજી મ.સા. તથા તેઓશ્રીના શિષ્યરત્ન પ. પૂ. પંન્યાસશ્રી જીવશરત્ન વિજયજી મ.સા., ભાવયાત્રા પ્રેમી પૂ. મુનિશ્રી ભાગ્યેશરત્ન વિ. મ., અધ્યાત્મ પ્રેમી પૂ. મુનિશ્રી યોગેશરત્ન વિ. મ., તપ પ્રેમી પૂ. મિનુશ્રી દક્ષેશરત્ન વિ. મ., અધ્યયન પ્રેમી પૂ. મુનિશ્રી તીર્થશરત્ન વિ. મ., પ્રભુ પ્રેમી પૂ. મુનિશ્રી કૃષિરત્ન વિ. મ., વૈયાવચ્ચે પ્રેમી પૂ. મુનિશ્રી પ્રિયેશરત્ન વિ. મ. સા. તથા પૂ. સહાયપ્રેમી શ્રી લેખેશરત્ન વિ.મ. આદિ શિષ્ય - પ્રશિષ્ય મુનિ ભ. ને આ પ્રસંગે સ્મૃતિ પટ પર લાવીએ છીએ. અંતરના અહોભાવથી આ પુસ્તકને ખુબ મહેનત કરી આકર્ષક બનાવવા બદલ આદિશ્વર મલ્ટી પ્રિન્ટવાળા જતીનભાઈ શાહ, આશીતભાઈ શાહ તથા અપૂર્વભાઈ શાહ તેમજ રથીન સંઘવીનો આભાર માનીએ છીએ.
પુસ્તકમાં આશીર્વાદ પ્રદાન કરનાર પૂ. ગચ્છાધિપતિશ્રી તથા પૂ. ગુરુદેવશ્રીના અમે ઋણી છીએ. આ પુસ્તકમાં જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાઈ ગયું હોય તો તે બદલ ક્ષમા યાચના. પ્રેસ કે દૃષ્ટિ દોષથી રહેલ ભૂલો સુધારીને વાંચવી.
તે ગુરુ ગુહ્ય ભાગ્ય પરિવાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org