________________
પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-જિતેન્દ્ર-ગુણરત્નસૂરિ સદ્ગુરુભ્યો નમઃ
ભક્તિની ચિનગારી
આવશ્યક સૂત્રમાં જણાવ્યું છે કે, “જિનેશ્વરોની ભાવપૂર્વક કરેલી ભક્તિથી અનેક ભવોમાં બાંધેલા પાપકર્મોનો ક્ષય થાય છે, તેથી ચાતુર્માસમાં, મહોત્સવ દરમ્યાન તથા દ૨૨ોજ થઈ શકે તેવા પ્રભુ ભક્તિના અનુષ્ઠાનોને લક્ષ્યમાં રાખી ઓલ ઈન વન “ભાવયાત્રા-વંદના-સંવેદના” પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે.
જૈનશાસનમાં ધ્યાનયોગ, જ્ઞાનયોગ આદિ અનેક યોગ છે, તેમાં પરમાનંદ – મોક્ષનું મૂળ કારણ એવા ભક્તિયોગની ઉપાસના આબાલવૃદ્ધ સૌને માટે સરળ છે. ભક્તિયોગ મુક્તિમાર્ગના પ્રવાસી અને મુક્તિના નિવાસી બનાવનાર છે. દેવાધિદેવને દિલના દેવાલયમાં બિરાજમાન કરવા, વીતરાગને વહાલા થવા જિનભક્તિ એ અનુપમ નિમિત્ત છે. સંસારરૂપી સાગરમાં મુક્તિમંઝિલે પહોંચવા પરમાત્મભક્તિ એ દીવાદાંડી સમાન છે. તે માટે આ “ભાવયાત્રા-વંદના-સંવેદના” પુસ્તક શ્રેષ્ઠ આલંબન પુરવાર થશે.
પુસ્તકમાં હ્રદયસ્પર્શી ભાવયાત્રા-વંદનાવલીઓ તથા ભાવસભર ગીતોના સંગમે ભક્તિસરિતામાં સ્નાન કરી ચિરકાળપર્યંત સ્વરૂપ રમણતારૂપ અખંડ આનંદના ભોક્તા બનીએ એ જ શુભ કામના.
Jain Education ternat
છે.
પં. મનીશરત્નવિજય ગણિ
પૂ. આ. ગુણરત્નસૂરિજીના શિષ્ય
પં. જીવેશરત્નવિજય ગણિ
For Personal & Private D
www.elibrary.org