________________
તું મને ગિરિરાજ..
તું મને ગિરિરાજ! એક વરદાન આપી દે, તુજને ભેટી જયાં જવાય તે સ્થાન આપી દે... સિદ્ધગિરિ થી સિદ્ધશિલા એ સ્થાન આપી દે, તુજને ભેટી જ્યાં જવાય તે સ્થાન આપી દે... તુ મને. ૧
જંબુ ભરતના સૌરાષ્ટ્ર દેશે જે ગિરિરાજ મળ્યો, બીજી કર્મભૂમીએ તે ગિરિરાજ ન જડવો, વિમલગિરિના પૂણ્ય પ્રભાવે અંતર રોગ ટળ્યો,
આરોગ્યને પામીને મુજ ભવ નો ફેરો ટળ્યો.. તુ મને. ૨ સિદ્ધાચલની છઠ્ઠ કરીને સાત યાત્રા કરું, સિદ્ધિ ગતિએ જવાનું પ્રમાણ પત્ર લઉં, અવિરતિ ની પ્રવૃત્તિઓથી પાછો હું ફરું, પાપમય સંસાર છોડી શ્રમણ આજે બનું... તુ મને. ૩
સિદ્ધ ક્ષેત્રમાં સંયમલઈ સિદ્ધ થવા ઝંખુ રાયણ તરૂની શીતલ છાંયડે ધ્યાન પ્રભુનું ધરું, ખીર કેરૂં બુંદ મુજ મસ્તકે ગ્રહું
મુગતે જવાનું તે ક્ષણે બિડું હું ઝડ!... તું મને. ૪ વિમલગિરિને દિલમાં વસાવી અટ્ટમ તપ તપું, રત્નમય જિન બિબના દર્શન હું તલસું ; ત્રીજે ભવે શિવવધૂ ને હું જઈ વરૂ, અનંત ગુણોનો ધારક બની અક્ષય પદ પામું... તુ મને. ૫
ગિરિરાજ ધૂન સિદ્ધાચલ ગિરિ નમો નમઃ ૧. વિમલાચલગિરિ નમો નમ: શત્રુંજય ગિરિ નમો નમ: વંદના ગિરિરાજને
Jain Education International
For Perfonardate Use Only
www.jainelibrary.org