________________
સીમંધર સ્વામીની દેશના સંવેદના
હેભવ્ય જીવો! આધિ-વ્યાધિ-ઉપાધિ, જન્મ-જરા અને મૃત્યુ રૂપી સેંકડો જ્વાળાઓથી ભડકે બળતો, વિષય અને કષાયની આગમાં શેકાતો આ સંસાર દાવાનળ જેવો છે. મન મેનેજર, આત્મા માલિક... પ્રભુની રહેમ નજર.. સ્મિત... આવકાર.
આપણી આંખમાં આંસુ... હે પ્રભો ! હું ભંડો ! ગંદો, લુચ્ચો, બદમાશ છું... મારા જ પાપોથી ત્રાસી ગયો છું... તું ધિક્કારીશ તો હું કયાં જઈશ? મને બચાવી લે... મારે નથી જવું કયાંય... વિષયની ગંદકી અને કષાયની આગથી બચાવી લે પ્રભો ! પહેલી વાર મારા પાપો પર રડી રહ્યો છું... રડવા દે... આંસુના પ્રક્ષાલથી કર્મની ખારાશ દૂર થઈ રહી છે. હે પ્રભો !મારો પુરુષાર્થ નહીં માત્ર તારો જ આ પ્રભાવ... આપણું મન શાંત-પ્રશાંત-પવિત્ર થઈ ગયું. પરમાત્માની વૈરાગ્ય સભર દેશના સાંભળી આપણે ભાવવિભોર બની ગયા. અંતરની આરજૂ..: આપ હૈયે અવધારશો તેવી મને ખાતરી છે.
ગીતઃ- પ્રભુજી માંગુ તારી પાસ... હવે આપણે બધા વિમાનમાં બેસી ગયા છીએ, પુષ્કલાવતી વિજયમાંથી વિમાન ઊપડી સ્પીડથી વત્સવિજય, મહા હિમવંત પર્વત, હિમવંત ક્ષેત્ર, લઘુ હિમવંત પર્વત, ભરત ક્ષેત્રનો વૈતાઢય પર્વત, ગંગાનદીનો વિશાળ પટ,
અષ્ટાપદ, પ્રાચીન અયોધ્યા, રશીયા, ચીન, હિમાલય પર્વત ક્રમશઃ પસાર થતાં - આપણે મૂળ શહેરમાં આવી ગયા. વિમાનમાંથી બધા ઊતરી ગયા. બોલો શ્રી સીમંધર સ્વામી ભ.કી જય.
9
.
Jain Educatie International
For detalo
Private Use Only
www.alibrary.org