SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ©©રા C જ્ઞાનધારા C છ0 ક્રોધ હિંસાદિ અસુરોને જન્મ આપે છે. ક્રોધની જેમ જ માન, માયા, લોભ, ઈર્ષ્યા, રાગ (આસક્તિ ભાવ), દ્વેષ (ધિકાર) આદિ પણ ખતરનાક છે. આ બધા પર કાબૂ મેળવવો હોય તો ધર્માભિમુખ થવું જ પડે છે, જેનાથી સુખશાંતિ, આનંદની પ્રાપ્તિ થઈ શકે. ધર્મ શું છે? ધર્મ વૈકાલિક સત્ય છે. ભૂત-ભવિષ્ય-વર્તમાન ત્રણે કાળમાં અસરકારક હોય. ત્રણે કાળમાં એકસમાન હોય. દા. ત. પાણીને ત્રણે કાળમાં ૧૦૦ ડિગ્રીએ ઉકાળીએ તો વરાળ બનશે જ એમાં મીનમેખ ફેર નહિ પડે, એમ ધર્મ ત્રણે કાળમાં સુખ-શાંતિ આપે જ. ધર્મ સાર્વભૌમ સત્ય છે - કોઈ પણ ક્ષેત્રમાં પાણી ઊકળે તો વરાળ થાય જ એમ દુનિયાના કોઈ પણ છેડામાં કરવામાં આવે - ઘરે, બહાર, અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા ક્યાંય પણ સુખ-શાંતિ આપશે જ. ધર્મ સાર્વજનિક સત્ય છે. કોઈ પણ વ્યક્તિ પાણી ગરમ કરશે તો વરાળ બનશે જ એમ હિન્દુ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ કોઈ પણ ધર્મ કરશે તો સુખ-શાંતિ મળશે જ. ધર્મની વ્યાખ્યા આસ્તિક-નાસ્તિક કે કોઈ પણ દર્શન-મતને માન્ય હોય એવી હોય તો જ એ વિશ્વધર્મ બની શકે છે. જીવવું એ ધર્મ છે. એમાંય સુખપૂર્વક જીવવું એ ધર્મ છે. પીંજરામાં પોપટની સલામતી છે છતાં પીંજરું ખૂલતાં જ તે ઊડવા ઈચ્છે છે. તેથી સિદ્ધ થાય છે કે સુખ અને સ્વતંત્રતાપૂર્વક જીવવું એ ધર્મ છે. ધર્મનું ફળ છે. ચિત્તની શાંતિ કાંઈ મળે છે કે ન મળે, તૃપ્તિ તો થવી જ જોઈએ. ધર્મનું ફળ આવતા ભવે મળે એ વાત આંશિક સત્ય હશે. આજે ધર્મ કરીએ અને ફળ આવતા ભવે મળે એ ગણિત કોણ લાવ્યું? જેનું ફળ ઓન ધ સ્પોટ ન મળે એવા ધર્મને આજના યુવાનો સ્વીકારતા પણ નથી. તરત ફળ ન મળે તો સમજવું કે આપણે સાચો ધર્મ કર્યો જ નથી. આજે કેટલાય લોકો ધર્મને બદલે માત્ર ક્રિયાકાંડ કરે છે. અહીં ક્રિયાકાંડ ન કરવા એમ નહીં, પણ ધર્મનું તત્ત્વ સહિત ક્રિયાકાંડ હોય એ અત્યંત જરૂરી છે. માત્ર ક્રિયાકાંડ કરે પછી ફળ ન મળે તો ધર્મને દોષ આપે છે. તમે તમારા માટે ઇચ્છો છો એ જ બધાને માટે ઈચ્છો અને તમે જે તમારા માટે નથી ઇચ્છતા તે બીજા માટે નહિ ઇચ્છો એ જ ધર્મ છે. તમે સુરક્ષા, સુખ, શાંતિ, સુવિધા, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005605
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2014
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy