SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ C જ્ઞાનધારા (૨) સ્વાસ્થ્યપ્રદ ખોરાક પાણીની ઉપલબ્ધિ રાખવી : સંતો જ્યારે વિહાર કરતા હોય ત્યારે તેમને ગોચરી દરમિયાન ખોરાકમાં તકલીફ અનુભવાય છે. અંતરિયાળ વિસ્તારોમાં યોગ્ય ગુણવત્તા સહિત ખોરાક મળે તેવી વ્યવસ્થા કરવી તેવી સંઘે જવાબદારી ઉપાડવી જોઈએ. જે સંતોને કાયમી બીમારી (Chronic Disease) છે તેમને તેમની હેલ્થ-તંદુરસ્તીને અનુરૂપ ખોરાક મળવો જોઈએ. ડાયાબિટીસ, બ્લડપ્રેસર, કિડનીની, હૃદયની બીમારી - તકલીફો માટે ડૉક્ટરની સલાહ મુજબનો ખોરાક મળવો આવશ્યક છે તેમ જ જીવન પણ સ્વસ્થ રહે અને જિનવાણીનો લાભ મળ્યા કરે. - (૩) સંતોના મેડિકલ રેકર્ડની યોગ્ય જાળવણી તથા વિહારની જગ્યાએ મેડિકલ સુવિધાની વ્યવસ્થા : વિહારની સ્થિતિમાં પાસ્ટ મેડિકલ હિસ્ટરી (પહેલાં લીધેલ દવા અને શું તકલીફ હતી તેની વિગતો) સાચવવી મુશ્કેલ હોય છે, જેથી નવા ડૉક્ટરને યોગ્ય સારવાર કરવામાં-નિર્ણય લેવામાં થોડોક સમય લાગે છે. આ ઉપરાંત સંતો માટે મેડિકલ સુવિધા હોવી જરૂરી છે તથા સંતોના વિહાર ઉતારાની જગ્યાની આજુબાજુ મેડિકલ તેમ જ ઇમર્જન્સી ટ્રીટમેન્ટ તાત્કાલિક સારવાર મળે તેવા પ્રયત્નો કરવા જોઈએ. (૪) સાધુ-સંતોને સારવાર મળી રહે તે માટે જરૂરી રિઝર્વ ફંડની વ્યવસ્થા જરૂરી છે, જેથી મેડિકલ ટ્રીટમેન્ટમાં વિલંબ નિવારી શકાય. જોકે, વેયાવચ્ચ ફંડ દરેક સંસ્થામાં હોય છે. (૫) ઉપાશ્રયમાં બિરાજમાન કે વિહાર કરતા મુનિવર્યો – મહાસતીજીઓ પ્રત્યે અન્ય કર્મચારી કે સંચાલકો તરફથી સન્માનીય, આદરણીય ભાવ રહે તે આવકારદાયક છે. તેમને શાતા ઊપજે તેવું વર્તન હોવું જોઈએ. (૬) સંતોના ઉતારાની જગ્યા સાફસૂથરી, હવા-ઉજાસવાળી હોવી જોઈએ તેમ જ સાફ-સફાઈ પર પૂરતું ધ્યાન આપવું જોઈએ. (૭) આપણું આ નાશવંત શરીર ઇન્દ્રિયોની ગુલામીની જંજીરમાં છે અને મોહમાયામાં જ જીવનની ખુશી હોય તેવો ભ્રમ રાખે છે. વ્યક્તિ જેમજેમ જીવનની વાસ્તવિકતા સમજતો હોય છે તેમ આ નાશવંત શરીર છે અને આત્મા અમર Co Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005605
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2014
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy