SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ન (C જ્ઞાનધારા 6 OO આધારિત બધાં સાધનો ગરમ થઈ જાય છે તો આમાં જીવહિંસા થાય કે નહીં ? એનો જવાબ એ કે ઈલેક્ટ્રિસિટી સ્વયં નિર્જીવ છે એવું સ્પષ્ટ સિદ્ધ થયા પછી પણ આ બધાં સાધનોનું સાધુ સ્વયં સંચાલન કરી શકે છે, એમ માનવું ઠીક નથી. જે સાધનોના પ્રયોગમાં કોઈ પણ પ્રકારની હિંસા કરે, કરાવે, અનુમોદવાના રૂપમાં ન હોય તથા બીજાં મહાવ્રતો, સમિતિ, ગુપ્તિની વિરાધના ન હોય, એવાં સાધનોનો ઉપયોગ સાધુ પોતે કરે અથવા ન કરે એ વ્યવહારનો પ્રશ્ન છે. ઉદાહરણાર્થે સેલ દ્વારા સંચાલિત ઘડિયાળનો પ્રયોગ કરવામાં ‘આવું ક્યાંય નથી થતું”, એટલે એ વર્જ્ય નથી. માઈક અથવા લાઈટ ગૃહસ્થોના ઉપયોગ માટે ગૃહસ્થ ચાલુ કરે, એમાં સાધુને દોષ કેવી રીતે લાગે ? ફોન, ફેક્સ, ટેલેક્સ પણ વ્યવહારનો વિષય છે. જે-જે વસ્તુઓ કલ્પનીય છે, એ બધું સાધુએ કરવું જરૂરી નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાઓના આધાર પર એનો પ્રયોગ નિર્દિષ્ટ થઈ શકે છે. એ પ્રમાણે માઈક વગેરેનો પ્રયોગ પણ ગૃહસ્થ લોકો પોતાની સાંભળવાની સુવિધા માટે કરે છે. જેમ મંડપ, સ્ટેજ આદિ સભાની સુવિધા માટે નિર્મિત હોય છે, એમ જ માઈક, લાઉડસ્પીકર, એમ્પ્લિફાયર વગેરેનો પ્રયોગ પણ ગૃહસ્થ લોકો પોતાની સુવિધા માટે કરે છે. જો મંડપ, સ્ટેજ આદિનો ઉપયોગ સાધુ કરે છે તો તેમને દોષ નથી લાગતો; તો માઈકમાં સાધુનો અવાજ ચાલ્યો જવાથી એનો દોષ સાધુને કેવી રીતે લાગશે ? ટેલિફોનની પ્રક્રિયામાં વિદ્યુત-ઊર્જાનું ધ્વનિના રૂપમાં પરિવર્તિત થવું પણ પૌદ્ગલિક પરિણમન છે. જ્યાં સુધી તેઉકાયની વિરાધનાનો સંબંધ છે, ટેલિફોનમાં વાત કરવાથી આવું થવાની સંભાવના નથી. આ બધાં સાધનોના ઉપયોગ વખતે સાધુએ બહુ વિવેકપૂર્વક તટસ્થ રહેવું જોઈએ. ઉપસંહાર : જૈન સાધુ એવી કોઈ ચીજનો પ્રયોગ નથી કરી શકતા જેમાં મહાઆરંભ તો શું, અલ્પઆરંભ પણ હોય. એટલે આહાર આદિ પણ સહજ-નિષ્પન્ન હોય તો જ સાધુ ગ્રહણ કરી શકે. આહારની જેમ જ વસ્ત્ર, પાત્ર, ઉપકરણ, સ્થાન, દવા વગેરે બધી ચીજો આરંભ વગર ક્યાંય પણ બનતી નથી. એના આરંભમાં પણ વીજળીનો પ્રયોગ અનંતર અથવા પરસ્પર રૂપમાં થાય જ છે. જો વીજળીની ઉત્પત્તિમાં ૮૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005605
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2014
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy