________________
©©© જ્ઞાનધારા 0200 ભગવાન મહાવીરના ઉપદેશગ્રંથો આગમ પહોંચાડવામાં આવે અને ગુરઆજ્ઞાથી તેનો સ્વાધ્યાય કરવામાં આવે. ચતુર્વિધ સંઘને જોડતી મજબૂત કડીરૂપ ધર્મપ્રચારક, ધર્મપ્રભાવક, સમણ-સમણી શ્રેણી કે સુવ્રત સમુદાયને જિન શાસનમાં નક્કર સ્થાન આપવાથી આવી સમસ્યાઓ નહિવત્ ઉદ્ભવશે.
અમુક સંપ્રદાયની જેમ ગીતાર્થ ગુરુભગવંતની નિશ્રામાં, પ્રતિવર્ષ દરેક સંપ્રદાય - ફિરકા કે ગચ્છ દ્વારા ચતુર્વિધ સંઘનું “મર્યાદા મહોત્સવ અને અનુમોદના સમારોહનું આયોજન થવું જોઈએ. આ મહોત્સવમાં વિતેલા વર્ષ દરમિયાન બનેલી ઘટનાઓ અને પ્રસંગો પર કેટલુંક વિહંગાવલોકન, કેટલીક મહત્વની બાબતો પર ચિંતન કે ગંભીર ચર્ચા કરવામાં આવે.
દોષો થયા હોય ત્યાં પ્રાયશ્ચિત્ત આપવામાં આવે અને ઉત્કૃષ્ટ સુંદર કાર્યો થયાં હોય તેની અનુમોદના કરી પારિતોષિક-ઇનામ પણ અપાય. આને કારણે ભૂલો કે દોષોનું પુનરાવર્તન ટળશે અને સુકૃતોને ઉત્તેજન મળશે. મર્યાદા મહોત્સવ એ આંતરનિરીક્ષણનો અવસર આપે છે.
જિન શાસનમાં ઊભા થયેલ કોઈ પણ વિષયની કટોકટી વખતે શ્રાવકશ્રાવિકા-મહાજન અને પત્રકારની ખૂબ જ જવાબદાર અને વિશિષ્ટ ભૂમિકા છે જે તેણે ખૂબ જ નિષ્ઠાથી નિભાવવી જોઈએ..
જૈન ધર્મના દરેક સંપ્રદાય કે ફિરકાએ સંઘશ્રેષ્ઠીઓ અને ગુરુભગવંતોને વિશ્વાસમાં લઈ અને ધર્મના જાણકાર શ્રેષ્ઠીવર્યો અને વિવિધ ક્ષેત્રોનાં પ્રતિભાશાળી ઉત્તમ શ્રાવકો અને શ્રાવિકાઓની નિષ્પક્ષ સ્વાયત્ત બૉડીની રચના કરવી જોઈએ જે સર્વસામાન્ય હોય. સત્તા, સંપત્તિ, સિદ્ધાંત કે શિથિલાચાર જેવી બાબતોમાં મતભેદ, ઝઘડો ઉદ્ભવે અને કટોકટી સર્જાય ત્યારે લવાદી કે આબટ્રિશનનું કામ કરી આનો ઉકેલ અને સમાધાન લાવી શકે તો ધર્મક્ષેત્રમાં પોલીસ, કોર્ટ, પ્રચાર માધ્યમો, પત્રકારો વગેરે પરિબળોને નિવારી શકાય. ધર્મના વાતાણરણને દૂષિત થતું અટકાવી શકાય
દેવ, ગુર, ધર્મમાં શ્રદ્ધા રાખી આપણે સૌ શ્રાવકાચારના સમ્યફ આચરણ દ્વારા જિન શાસનની પવિત્ર જ્યોતને ઝળહળતી રાખીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org