SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ©©© જ્ઞાનધાર ૭૦ ક્રિયાઓનું મહત્ત્વ છે. જૈન ધર્મમાં ક્રિયાઓ માન્ય વસ્તુ છે, જીવનમાં હોવી જોઈએ, કારણ મોક્ષમાર્ગનું એ પ્રથમ પગથિયું છે એટલે એને અવગણી ન શકાય. જૈન ધર્મમાં અલગઅલગ પરંપરાઓ ચાલે છે અને દરેક પરંપરાના આચાર્યોએ અલગઅલગ અનુષ્ઠાન બતાવ્યા છે, જેમ કે તપસ્યા, સંયમ, તપ અને એના ઉત્સવો, પૂજા, અટાબ્દિકા મહોત્સવ, દેરાસરના નિર્માણના ઉત્સવો જેમાં અંજનશલાકા, પ્રતિષ્ઠા વગેરે આવે. સાંપ્રતકાળે આ બધાં અનુષ્ઠાનોમાં કેટલીક જગ્યાએ, કેટલાક પ્રસંગોમાં અતિરેક થવાથી હિંસા ભળે છે તો એમાં મોક્ષમાર્ગનો લોપ થાય છે, તો આ ધર્મક્રિયાઓમાં વિવેક, મર્યાદા, સંયમ રાખવાં બહુ જરૂરી છે. ' કોઈ પણ ક્યિા હોય તો એ કેવળ દ્રવ્યક્રિયા ન રહેતાં ભાવકિયા થવી જોઈએ. પછી એ સામાયિક હોય કે પ્રતિક્રમણ, ચૈત્યવંદન હોય કે પૂજા. આચાર્ય હરિભદ્રસૂરિ “યોગવિંશિકા'માં કહે છે, પરિશુદ્ધ એવો બધો જ ધર્મવ્યાપાર જીવને મોક્ષ સાથે જોડી આપનાર છે.' - અહીં પ્રણિધાન આદિ શુદ્ધ આશયોથી જે યુક્ત હોય એ ધર્મવ્યાપારને પરિશુદ્ધ કહ્યો છે. જે ધર્મવ્યાપાર આવો પરિશુદ્ધ નથી તે દ્રવ્યક્રિયારૂપે હોવાથી તુચ્છ, ફળ વિનાનો હોય છે. ભાવ વિનાની ક્રિયા એકડા વગરના મીંડાની જેમ છે, ભલે ૭ મીંડાં કરો, પણ એ બધાં મીંડાં જ છે, પણ આગળ એકડો લાગી જાય તો ૭ મીંડાં ૧ કરોડ બની જાય એટલે ક્રિયામાં ભાવ ભળે તો એ અનુષ્ઠાનનું મૂલ્ય ૧ કરોડ થાય, નહીં તો શૂન્ય જ રહે. આપણે પ્રથમ તપશ્ચર્યાથી લઈએ. કર્મની નિર્જરા માટે જૈન ધર્મમાં તપનું ઘણું જ મહત્ત્વ છે. જૈન શાસ્ત્રમાં બાર પ્રકારનાં તપ વર્ણવ્યાં છે - છ અત્યંતર તપ અને છ બાહ્ય તપ. આજે આપણને બાહ્ય તપમાં લોકોનો ઘણો ઉત્સાહ જોવા મળે છે. ખાસ કરીને પર્યુષણ વખતે નાનાનાનાં બાળકો પણ અઠ્ઠાઈ કરે છે, ઘણા સોળ ભત્તો, માસક્ષમણ, સિદ્ધિતપ જેવી મોટી તપસ્યા કરે છે જેની અનુમોદના કરવા જેવી છે, પણ એનો અતિરેક ત્યારે થાય છે જ્યારે એ તપશ્ચર્યા વખતે જો એ પૂર્ણ થતાં પહેલાં તબિયત બગડે તો Glucoseની Bottles ચડાવીને કે Hospatilised કરીને પણ એ તપશ્ચર્યા પૂર્ણ કરાવે છે. એના પછી એ તપની પૂર્ણાહુતિ નિમિત્તે સાંજી રખાય છે, જે તપશ્ચર્યાની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005605
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2014
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy