SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ©©© જ્ઞાનધાર ૭૦ પરિસ્થિતિ જોઈ અને ચિંતન-મનન કરતાં સમજ પડી કે જૈન સમાજની ધરોહરને અને ભાવિ પેઢીને મજબૂત બનાવવા માટે આજનાં બાળકોને માનવતાનાં મૂલ્યો તથા ધર્મનું શિક્ષણ બને આપવાં જરૂરી છે. પૂજ્ય ગુરુદેવના શબ્દોમાં કહું તો, “વ્યક્તિને પહેલાં માણસ બનવાની જરૂર છે. જૈન એની મેળે જ બની જશે.” આ તથ્યને ધ્યાનમાં રાખીને જ એમણે બાળકોને ગમે એવી, તેમને અનુકૂળ આવે એવી બાળકો માટેની આધુનિક પાઠશાળા બનાવી જેનું નામ છે “લૂક એન લર્ન જૈન જ્ઞાનધામ”. આ પાઠશાળામાં દરેક ઉંમરનાં બાળકો માટે અલગ અલગ વર્ગ બનાવવામાં આવ્યા છે જેના નામ પણ નમન, વંદન, જૈનમ, સોહમ જેવાં રાખવામાં આવ્યાં છે. આ બધા Classesમાં લાઈટ, પંખા સાથે વાતાવરણને ખૂબ જ Friendly બનાવવામાં આવ્યું છે. ભણાવવા માટે દીદીઓને ગુરુદેવ પોતે તૈયાર કરી રહ્યા છે. બધી જ દીદીઓએ ગુરુદેવની પરીક્ષામાંથી પસાર થવાનું હોય છે. અઠવાડિયામાં ફક્ત એક જ દિવસ ચાલતી આ પાઠશાળામાં બાળકો હસતાં-રમતાં આવે છે અને ગમ્મત સાથે જ્ઞાન, સમજ પ્રાપ્ત કરે છે. આ જૈન જ્ઞાનધામમાં શરૂઆતમાં દરેક Topic માનવતા પર લેવામાં આવે છે અને તેને સમજાવવા માટે વિવિદ Charts, Posters, Drama તથા વાર્તાઓ અને બાળગીતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમજેમ બાળક આગળ વધતું જાય તેમતેમ ધર્મનાં સૂત્રો તથા પાઠ ભણાવવામાં આવે છે જે બાળકો ખૂબ જ સહજતાથી શીખી શકે. ક્યારેકક્યારેક Quiz contest તથા woksheet દ્વારા બાળકોને કેટલું સમજાયું છે તેનું અવલોકન કરવામાં આવે છે. વર્ષમાં એકાદ વાર બાળકો દ્વારા જ જ્ઞાન પ્રદર્શનનું તથા Fun-fairનું આયોજન કરવામાં આવે છે. Parents Meeting દ્વારા તેમના મંતવ્યો પણ સાંભળવામાં આવે છે. આ પાઠશાળા અનોખી એટલા માટે છે કે અહીં પરંપરાને કે રૂઢિચુસ્તતાને ધ્યાનમાં લઈને નહીં, પણ બાળકોની સાયકોલોજીને ધ્યાનમાં રાખીને ચલાવવામાં આવે છે. પૂજ્ય ગુરૂદેવ નમ્રમુનિ મ.સાહેબની પ્રેરણાથી સંચાલિત આ પાઠશાળા એક એવી પેઢીનું નિર્માણ કરી રહી છે કે જેના માટે Parentsને પણ અજબનો સંતોષ છે. સમાજમાં આજથી દસ વર્ષ પછી તેનાં સારાં પરિણામો જોવામાં આવતું. અત્યારે આ પાઠશાળાની 108 Branches આખા ભારતમાં તેમ જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005605
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2014
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy